SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ સ : સf. ! ३८३ तस्याभूद्धनभाजस्तु , पुत्रो गोवर्धनाह्वयः । धनधान्यैश्च संपूर्णः, पुत्रादिपरिवारभाक् ॥ ५ ॥ તે ધનાઢય જગડુશાહના ધનધાન્યોથી સંપૂર્ણ તથા પુત્રાદિકના પરિવારવાળા ગોવર્ધન નામના પુત્ર થયા. अभूत्तस्य सुतश्चारु, र्नाम्ना वलमजित्खलु । कच्छदेशे हि मंत्रित्वं, प्राप्तं तेन ततादरम् ।।६॥ તે ગોવર્ધન શાહના વલમજી નામે પુત્ર થયા; તેમણે કચ્છદેશમાં વિસ્તારયુક્ત આદરમાનવાળું મંત્રીપણું મેળવ્યું હતું. ઓશવાળના સાડા સાત હજાર માણસોએ પણ કચ્છ તરફ પ્રયાણ કર્યું. અને તે સઘળા માણસોનું ખાધાખોરાકી વગેરેનું ખરચ શેઠ વર્ધમાન શાહને માથે હતું. પ્રયાણ કરી વર્ધમાન શાહ ધ્રોળ મુકામે પહોંચ્યા, ત્યારે જામસાહેબને તે બાબતની ખબર પડી; ત્યારે જામસાહેબે તેમને પાછા બોલાવવા માટે પોતાના માણસોને મોકલ્યા; પણ વર્ધમાન શાહ આવ્યા નહીં. ત્યારે જામસાહેબ પોતે ત્યાં ગયા; અને આવી રીતે એકાએક પ્રયાણ કરવાનું કારણ તેમણે વર્ધમાન શાહને પૂછયું, ત્યારે વર્ધમાન શાહે જે હકીકત બની હતી તે નિવેદન કરી. ત્યારે જામસાહેબે આશ્ચર્ય સહિત કહ્યું કે, મેં તો ફક્ત નેવું હજાર કોરીની ચીઠ્ઠી લખી છે; પછી કારભારી પર જામસાહેબને ઘણો જ ગુસ્સો ચડ્યો, તેથી તેઓ એકદમ જામનગર આવ્યા; ત્યાં કલ્યાણજી હેઠે તે કારભારી જામસાહેબને મળ્યો; જામસાહેબે એકદમ ગુસ્સામાં જ ત્યાં તેને જંબીયાથી પોતાને હાથે મારી નાંખીને યમને હાર પહોંચાડ્યો, તે લુવાણા કારભારીનો પાળીઓ હાલ પણ (જામનગરમાં) કલ્યાણજીના મંદિરમાં મોજુદ છે; જે વખારમાં વર્ધમાન શાહે તેને નવલાખ કોરી તોળી આપી હતી, તે વખારનું જામનગરમાં માંડવી પાસે રહેલું મકાન હાલ પણ નવલખાના નામથી ઓળખાય છે. તેમનાં ચણાવેલા અત્યંત મનોહર જિનમંદિરો હાલ પણ જામનગરમાં તે સમયની તેમની જાહોજહાલી દષ્ટિગોચર કરે છે. તેમનું રહેવાનું મકાન પણ હાલ અહીં જામનગરમાં જીર્ણ અવસ્થામાં હયાત છે. તેમણે અનેક ધર્મકાર્યો તથા લોકોપકૃતિનાં કાર્યો કરેલાં છે; આ તેમનો ટૂંક હેવાલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy