________________
૨૮ર
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् । तस्य कोटीध्वजस्याथो, ऽभूत्सुपुत्रः कलान्वितः । नाम्ना जगडुशाहश्च, पापसंतापवर्जितः ॥४।।
કોટીધ્વજ એવા તે શ્રી વર્ધમાન શાહના કલાવાન, તથા પાપસંતાપથી રહિત એવા જગડુ શાહ નામના ઉત્તમ પુત્ર થયા.
પુસ્તકના ૧૧૩ મેં પૃષ્ટ છપાએલા શ્રી વર્ધમાન શાહના જિનમંદિરમાં રહેલા શિલાલેખની નકલથી જાણી લેવું.) અનુક્રમે શ્રી વર્ધમાનશાહે શત્રુંજય ગિરનાર વગેરેની યાત્રા કરી ત્યાં પણ જિનમંદિરો બંધાવ્યાં. એવી રીતે પોતાના લાખો પૈસા ખરચીને તેમણે આ ચપલ લક્ષ્મીનો લાવો લીધો. વર્ધમાનશાહનું રાજ્યદરબારમાં ઘણું સન્માન થવા લાગ્યું તથા જામશ્રી પણ ઘણુંખરું કાર્ય તેમની સલાહ પ્રમાણે કરવા લાગ્યા. આથી કરીને જામસાહેબના એક લુવાણા કારભારીને ઇર્ષા થઇ; તેથી તે વર્ધમાન શાહ પરની જામસાહેબની પ્રીતિ ઓછી કરાવવાની તજવીજ કરવા લાગ્યો. એક દહાડો તે કારભારીએ જામસાહેબને કહ્યું કે, હાલમાં રાજ્યમાં નાણાનો ખપ છે; તેથી આપણા શહેરના ધનાઢય શાહુકાર વર્ધમાન શાહ ઉપરે નેવું હજાર કોરીની ચીઠ્ઠી લખી આપો. જામસાહેબે પણ તેના કહેવા પ્રમાણે નેવું હજારની કોરીની ચીઠ્ઠી ૧ વર્ધમાનશાહ ઉપર લખી આપી. પછી તે કારભારીએ તે નેવું હજાર કોરીની ચીઠ્ઠી પર એક મીંડું ચડાવીને તે ચીઠ્ઠી નવ લાખ કોરીની કરી. અને તે દિવસે સાંજનાં વાળ વખતે તે વર્ધમાન શાહ પાસે આવ્યો; અને કહેવા લાગ્યો કે, જામસાહેબે હુકમ કર્યો છે કે, આ ચીકી રાખીને નવ લાખ કોરી આ વખતે જ આપો. વર્ધમાન શાહે કહ્યું કે, આ વખતે અમારો વ્યાળુનો વખત છે, માટે આવતી કાલે સવારે તમો આવજો, એટલે આપીશું. પણ તે કારભારીએ તો તે જ વખતે તે કારી લેવાની હઠ લીધી. તેથી વર્ધમાન શાહે તેને તે જ વખતે કાંટો ચડાવી પોતાની વખારમાંથી નવલાખ કોરી તોળી આપી. કારભારીના આ કર્તવ્યથી વર્ધમાન શાહને ગુસ્સો ચડ્યો; તેથી પ્રભાતમાં રાયસી શાહ સાથે મળીને તેમણે ઠરાવ કર્યો કે, જે રાજ્યમાં પ્રજા પર આવો જુલમ હોય ત્યાં આપણે રહેવું લાયક નથી, માટે આપણે આજે જ અહીંથી ચાલીને કચ્છમાં જવું. તે સમયે રાયસી શાહે પણ તે વાત કબુલ કરી; અને જ્યારે વર્ધમાનશાહે ત્યાંથી નીકળી કચ્છ તરફ પ્રયાણ કર્યું ત્યારે રાયસી શાહે ખુટામણ લેઈ કહ્યું કે, મારે તો આ દેરાંઓનું કામ અધૂરું હોવાથી મારાથી આવી શકાશે નહીં, પછી વર્ધમાન શાહે એકલાએ ત્યાંથી પ્રયાણ કર્યું, અને તેમની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org