________________
ષોડશ: સ્પર્શ ધ
३६७
હવે શ્રી લક્ષ્મીવિજયજી ગુરુ મહારાજે અહીં તેમનું લોકોને હર્ષ આપનારું “શ્રીહંસવિજયજી’” એવી સંજ્ઞાવાળું નામ કર્યું.
नाराच्छंद
जगत्सु संति भूरयोजना: सुशास्त्रपारगा ।
स्तथैव संति तेऽपि ये वसंति कानने सदा ॥
स्मरं तु यौवनेऽपि ये जयंति ते मुनीश्वरा । जयंतु हंससाधवोऽवनौ भवांतदाः सदा ।। ४० ॥
જગતોમાં ઉત્તમ શાસ્ત્રોના પારને પહોંચેલા ઘણા માણસો છે, તેમજ જેઓ હમેશાં વનમાં વસે છે તેઓ પણ (ઘણા) છે; પણ યૌવનાવસ્થામાં પણ જેઓ કામદેવને જીતે છે, એવા મુનિઓના ઇશ્વર તથા હમેશાં સંસારના અંતને દેનારા એવા શ્રી હંસવિજયજી મુનિરાજ પૃથ્વીમાં જયવંતા વર્તો.
सदा तपस्तपंति ये च तेऽपि संति भूरयः ।
बुभुक्षिताश्चिरं वसंति भूरयो जनास्तथा ॥
स्मरं तु यौवनेऽपि ये जयंति ते मुनीश्वरा । जयंतु हंससाधवोऽवनौ भवांतदाः सदा ।। ४१ ।।
જેઓ હમેશાં તપ તપે છે એવાઓ પણ ઘણા છે, તેમજ ઘણા માણસો લાંબા વખત સુધી ભૂખ્યા પણ રહે છે; પણ યૌવનાવસ્થામાં પણ જેઓ કામદેવને જીતે છે, એવા મુનિઓના ઇશ્વર તથા હમેશાં સંસારના અંતને દેનારા એવા શ્રી હંસવિજયજી મુનિરાજ પૃથ્વીમાં જયવંતા વર્તો.
जनार्द्दनादयोऽपि देवनायकाः स्मरातुराः । सुधाकराननांगनालिकिंकरा विलोकिताः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org