________________
३६०
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। પછી આ શ્રી વિજયાનંદ મુનિરાજના કળાઓના ભંડારરૂપ તથા વૈરાગ્યમાં ઉલ્લાસાયમાન ચિત્તવાળા શ્રી સુમતિવિજયજી નામે શિષ્ય થયા. ततः शिष्योऽभवत्तस्य, श्रीवीरविजयाह्वयः । सत्यीकृतं निजं नाम, येनांतर्द्विषतां जये ।। १४ ॥
તે વાર પછી તે મુનિરાજના શ્રી વીરવિજયજી નામે શિષ્ય થયા; કે જેમણે અંતરંગ શત્રુઓને જીતવામાં પોતાનું (વીર એવું) નામ સત્ય કર્યું છે. बभूवास्य महाज्ञानी, मुनींद्रस्य ततः खलु । वैराग्ययुक्तः शिष्यस्त, श्रीकांतिविजयाभिधः ॥१५।।
તે વાર પછી આ મુનીન્દ્રના ખરેખર મહાજ્ઞાની તથા વૈરાગ્યવાળા શ્રી કાંતિવિજયજી નામે શિષ્ય થયા.
૧. શ્રી સુમતિવિજયજી મહારાજ સંસારીપણામાં જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા પાલી નામે ગામના રહેવાસી હતા; અને તેમનું નામ હરખચંદ હતું. તેમણે મહારાજશ્રી પાસે સંવત ૧૯૩૫માં લુધિયાનામાં દીક્ષા લીધી હતી.
૨. શ્રી વીરવિજયજી મહારાજ સંસારીપણામાં જ્ઞાતે ભાવશાળ તથા ભાવનગરના રહેવાસી હતા; અને તેમનું નામ વીરચંદ હતું. તેમણે મહારાજશ્રી પાસે સંવત ૧૯૩૫માં અંબાલામાં દીક્ષા લીધી હતી.
૩. શ્રી કાંતિવિજયજી મહારાજ શ્રી આત્મારામજી મહારાજના શિષ્યોમાંના એક મહાજ્ઞાની, શાંત સ્વભાવી, ન્યાયશાસ્ત્રમાં પારંગામી તથા જૈન ધર્મની અત્યંત ઉન્નતિ કરનારા છે. સંસારીપણામાં તેઓ જ્ઞાતે દશાશ્રીમાલી વાણીઆ તથા વડોદરાના રહીશ હતા; અને તેમનું નામ છગનલાલ હતું. તેમણે સંવત ૧૯૩૫માં માહા સુદિ ૧૧ને દિવસે પંજાબમાં આવેલા અંબાલા નામે શહેરમાં મહારાજશ્રી પાસે દીક્ષા લીધી હતી. ત્યારબાદ ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org