________________
चतुर्दशमः सर्गः ।
३३९
જ્ઞાથી તુરત કિરણોથી યુક્ત થએલો સૂર્ય અરુણની આજ્ઞા સહિત જેમ આકાશના અગ્રભાગમાં તેમ રણસંગ્રામની ભૂમિતલ પર આવ્યો.
आगादथो निरभिमान इति प्रसिद्धः । वाचंयमस्य सुभटोऽपि समीपमस्य ॥
कोदंडनादपरिनादित मेघमार्गी ।
कर्णार्जुनाविव ततः समयुद्धतां तौ ।। ६३ ।
હવે તેની સમીપે નિરભિમાન એવા (નામથી) પ્રસિદ્ધ એવો મુનિરાજનો સુભટ પણ આવ્યો, (તથા) પછી તેઓ બન્ને કર્ણ અને અર્જુનની પેઠે યુદ્ધ કરવા લાગ્યા.
बाणैरथो निरभिमानभटमुक्तै । दीर्णांगमानसुभटोऽभवदुग्रकोपः ॥
हंतुं स्वकीयमरिमेष समुद्यतश्च । कर्णाग्रकृष्टनिजचापगुणोरुहस्तः ।। ६४ ॥
હવે નિરભિમાન (નામના) સુભટે મૂકેલાં બાણોથી ફાટી ગએલ છે અંગ જેનું એવો માન નામનો સુભટ ભયંકર કોપવાળો થયો, તથા કાનના અગ્રભાગ સુધી ખેંચેલા એવા પોતાના ધનુષ્યની દોરીથી મનોહર થએલ છે હાથ જેનો એવો થયો થકો તે પોતાના શત્રુને મારવાને ઉદ્યમવંત થયો.
एवं च तत्र सुभटेऽथ समुत्थितेऽग्रे । शत्रुप्रमुक्तशरसंहतयः प्रपेतुः ॥
ताभिः क्षतांगविगलद्रुधिरोरुधारो ।
माणिक्यदामकलितोव रराज मानः ।। ६५ ॥
હવે એવી રીતે ઊઠેલા તે (માન નામના) મુખ્ય સુભટ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org