________________
२९०
किंतु ये नास्तिकाः संति, ते नित्यं निजमानसे । जीवं स्वर्गं तथा श्वभ्रं मन्यंते हि कदापि न ।। ५८ ।।
"
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
પણ જેઓ નાસ્તિક છે, તેઓ હંમેશાં પોતાના મનમાં કોઇ દહાડો પણ જીવ, સ્વર્ગ કે નર્ક માનતા નથી.
मुनींद्रोऽथ जगादैवं नास्तिकास्ते हि धूर्तकाः । वंचयित्वा सदा लोकान्, कुमार्गे पातयंति च ।। ५९ ।।
હવે તે શ્રી આત્મારામજી મુનિરાજ એમ કહેવા લાગ્યા કે, તે નાસ્તિકો ખરેખર ઠગારા છે, અને તેઓ હમેશાં લોકોને ઠગીને કુમાર્ગમાં પાડે છે.
प्रथमं तन्मतस्याथ, स्वरूपं वच्मि तच्छृणु । मन्यंते नैव ते लोका, आत्मानं च पुनर्भवम् ॥ ६० ॥
હવે પહેલાં તે નાસ્તિક મતનું હું સ્વરૂપ કહું છું, તે સાંભળ. તે નાસ્તિક લોકો આત્માને અને પુનર્ભવને માનતા નથી.
मन्यंते सर्वदा ते तु शरीरं निर्मितं ध्रुवम् । मह्यादिपंचभूतेभ्यो, नास्तिका लोकवंचकाः ॥ ६१ ॥
લોકોને ઠગનારા તે નાસ્તિકો તો હમેશાં શરીરને ખરેખર પૃથ્વી આદિક પંચ ભૂતોથી બનેલું માને છે.
यथा पिष्टान्ननीराद्यै, मद्यशक्तिः प्रजायते । तथैव पंचभूतेभ्य, श्चेतनापि प्रजायते ।। ६२ ।।
જેમ પિષ્ટ, અન્ન તથા પાણી આદિકથી મદ્યશક્તિ થાય છે, તેમજ પંચભૂતોથી ચૈતન્યશક્તિ પણ થાય છે.
कथयंति तथा ते च, धर्मं स्वस्य वरं भुवि । नारीसंभोगमेवेह, सर्वदाप्यनिवारिताः ।। ६३ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org