________________
પ્રથમ સf. /
ભય નહીં આપનારો એવો ઉદાર (ઉત્તમ માણસ) સમુદ્રની પેઠે હર્ષે કરીને (કર્મરૂપ) મેલ વિનાના (નિર્મલ) એવા મોક્ષે ગએલા માણસોનો (પક્ષે-મોતીઓનો) ઉત્તમ સંગ આપે છે. स्फटिकोऽपि वहेन्नैव, सज्जनस्य स तुल्यताम्। स हि विवर्णयोगेन, मुंचति निजभावताम् ॥ २३ ॥ - તે (પ્રસિદ્ધ) એવું સ્ફટિક રત્ર પણ સજ્જનની તુલ્યતાને ધારણ કરતું નથી, કારણ કે, તે સ્ફટિક તો વિવર્ણના (એટલે જુદા જુદા રંગના) સમાગમથી પોતાના નિર્મળપણાને છોડી દીએ છે. (અને સજજન તો વિવર્ણના એટલે હલકા માણસના સંગથી પણ પોતાની સજ્જનતાને છોડતો નથી.) सज्जनो जनितानंदो, ऽमंदं नंदति निंदितः । प्रमदांघ्रिपराभूतः, कंकेलिविटपीव सः ॥ २४ ॥
સજ્જન માણસની જો નિંદા કરી હોય, અથવા તે મદોન્મત્ત (માણસના) પદપ્રહારથી હણાયો હોય, તો પણ તે (પક્ષે-સ્ત્રીએ પાટુ મારેલા) કંકેલી વૃક્ષની પેઠે ઉલટો આનંદ પામે છે. दुर्जनोलूकयोरत्र, कुत्र भेदो भुवि स्मृतः । गतौ द्वेषं हि तौ मित्रं, सर्वत्रासत्रिणं नृणाम् ॥ २५ ॥
(આ) પૃથ્વીમાં દુર્જન અને ઘુવડમાં શો તફાવત છે ? (અર્થાત્ કંઈ પણ તફાવત નથી.) કારણ કે, તેઓ બન્ને સર્વ જગ્યાએ માણસોને ચારે બાજુથી સુખી કરનાર મિત્રપ્રતે (પક્ષેસૂર્યપ્રતે) દ્વેષ ધારણ કરનારાઓ છે.
૧. કંકિલ વૃક્ષ યુવાન સ્ત્રીના પાદપ્રહારથી પ્રફુલ્લિત થાય છે, એ પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org