________________
१५८
__ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। जितकादंबिनीवृंद, गजराजिविराजितम् । घर्घरघर्घराघोर, घर्घरघोरघर्धरम् ।। १०४ ॥ परितः पादपोपांता, प्तप्लवप्लवगैर्युतम् । कर्करांधुककर्कट्ट, काककाकच्छदाकुलम् ॥ १०५ ॥ जंबूजंबीरनारंग, कदंबकदलीधनम् । नम्राम्रतरुसांद्रालि, तमःस्तोमसुवेष्टितम् ।। १०६ ।। चंडदोर्दंडकांडासि, भल्लिभिल्लभयान्वितम् । अश्रुजलप्रवाहाढ्या, वनंप्राप नदीव सा ।।१०७ ।।।। षड्भिः कुलकम्।।
ઝરણાઓના ઝરતા પાણીના ઝંકારોથી વાચાળ થએલા, રાફડાઓમાં રહેલા સર્પોના સમૂહના મુખના ફુકારોના પવનથી ભયંકર થએલા, પર્વતોની ગુફામાં રહેલા ભયાનક સિંહના શબ્દોવાળા, તે સિંહની ગર્જનાના પડઘાથી શબ્દયુક્ત થયેલ છે માર્ગની મનોહર ગુફાઓ જયાં એવા, જિતેલ છે મેઘમાલાનો સમૂહ જેણે એવી હાથીઓની શ્રેણિઓથી શોભીતા થએલા, ઘુવડના ક્ષુદ્ર ઘંટડી સરખા ભયંકર શબ્દોથી ભયંકર થએલા પર્વતના દ્વારવાળા, ચારે બાજુએ વૃક્ષની નજદીક પ્રાપ્ત કરેલ છે કુદકાઓ જેઓએ, એવા વાંદરાઓવાળા, અંધારા કૂવા, ચિડી, કાગડા અને ખંજન પક્ષીઓથી આકુલ થએલા, જંબુ, જંબીર, નારંગ, કદંબ અને કેળથી નિબિડ થએલા, નમેલા આંબાના વૃક્ષોની ઘાટી શ્રેણિથી અંધકારના સમૂહથી ઘેરાયેલા અને ભયંકર હસ્તદંડમાં છે બાણ, તલવાર અને ભાલાંઓ જેને એવા ભિલ્લોથી ભયયુક્ત થએલા એવા વનખતે અશ્રુજલના પ્રવાહથી યુક્ત થએલી તે દમયંતી નદીની પેઠે પ્રાપ્ત થઇ. (આ કુલકમાં ત્રીજા શ્લોકનું ઉત્તરાર્ધ ફક્ત બે જ અક્ષરોથી બનેલું છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org