________________
૭૦
એટલું જ નહિ, પણ જે પ્રસિદ્ધ થયા છે તે પૈકી બહુ થોડા અદ્યતન પદ્ધતિએ સંપાદિત થયેલા છે. આથી એમાં નિર્દેશાવેલા ઈતર ગ્રન્થાદિની સૂચી તૈયાર કરવી પડે તેમ છે.
આવી વિષમ પરિસ્થિતિમાં અત્યારે તો અહીં હું એટલું જ કહીશ કે મેં જે નીચે મુજબની ત્રિવિધ સામગ્રી રજૂ કરી છે તે આ પૌવપર્ય ઉપર છૂટોછવાયો અને આછો પ્રકાશ તો પડે જ છે એટલે એની એકધારી રજૂઆત મારું સમગ્ર લખાણ મુદ્રિત થયા બાદ એને અંગે “પુરવણી” લખવાનો સુયોગ પ્રાપ્ત થયે કરાશેઃ
(૧) કેટલીક કૃતિઓના પરસ્પર પૌર્વાપર્ય પરત્વે પ્રસંગોપાત્ત કરાયેલ ઉલ્લેખો અને સૂચનો.
(૨) કેટલીક કૃતિઓના રચના વર્ષનો નિર્દેશ (૩) કેટલીક કૃતિઓના લિપિકાળની નોંધ
અલભ્ય કૃતિઓ અને એ અંગેના સંવાદી ઉલ્લેખો ન્યાયાચાર્યે કેટલી અને કઈ કઈ કૃતિઓ રચી છે તે જાણવામાં નથી. એ પરિસ્થિતિમાં એમની તમામ અલભ્ય કૃતિઓનો નામનિર્દેશ અશક્ય છે. વિશેષમાં એમણે રહસ્યાંકિત ગ્રંથો ૧૦૮ રચ્યા હતા કે નહિ તેનો નિર્ણય કરવો બાકી રહે છે. વળી વીસવીસિયાની પ્રત્યેક વીસિયા ઉપર એમણે વિવરણ રચ્યું હશે એવી જે કલ્પના કરાય છે તેનું અત્યાર સુધી તો સમર્થન કરનાર કોઈ પ્રમાણ મળી આવ્યું નથી. આથી આ બંને બાબતોને બાજુએ રાખી હું એમની રચેલી મનાતી અને સશે અલભ્ય તરીકે નિર્દેશાતી કૃતિઓ મૂળ અને વિવરણ એવા બે વિભાગો પાડી એ બંનેનાં નામ તથા ન્યાયાચાર્યના કૃતિકલાપના આધારે પ્રાપ્ત થતા સંવાદી ઉલ્લેખો નોંધું છું મૂળ કૃતિ સંવાદી ઉલ્લેખ
પૃષ્ઠક ૧. અધ્યાત્મબિન્દુ ૨. અધ્યાત્મોપદેશ
૧. આવી સૂચી મેં પ્રતિમાશતકની સ્વોપજ્ઞ વૃત્તિને અંગે તૈયાર કરી છે. ૨. આ સંબંધમાં જુઓ પૃ. ૯૯ ટિ.૧), ૧૦૧, ૧૦૩, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૧૫, ૧૧૭,
૧૧૮, ૧૨૧, ૧૨૨, ૧૨૪, ૧૨૭, ૧૩૬, ૧૩૮, ૧૪૧, ૧૪૩, ૧૫૪, ૧૬૦, ૧૭૩,
૧૭૭, ૧૭૮, ૧૯૬, ૨૦૫, ૨૦૬, ૨૩૭, ૨૩૮, ૨૪૮. ૩. જુઓ ૫ ૬૬ તેમજ પ્રથમ પરિશિષ્ટ ૪. જુઓ પૃ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org