________________
५५
૧૫૪૩માં સિદ્ધાન્તચોપાઈ રચી એ દ્વારા અને ખરતર' ગચ્છના કમલસંયમ ઉપાધ્યાયે (વિ. સં. ૧૫૪૪) સિદ્ધાન્તસારોદ્વારસમ્યક્ત્વોલ્લાસટિન રચી એ દ્વારા લોંકાશાહના મતની ખબર લીધી. વિક્રમની સોળમી સદીમાં વિદ્યમાન દિ. શ્રુતસાગરે તીર્થંકરની પ્રતિમાને નહિ માનનારાને ‘નાસ્તિક' કહ્યા છે એટલું જ નહિ, પણ એવાને વિષ્ટાથી લિપ્ત જોડા મારે તોપણ હરકત નથી એવાં આક્રોશપૂર્ણ વચન ઉચ્ચાર્યાં
છે.
આ ઉપરથી જણાશે કે ઉપાધ્યાયજીએ આ બાબતમાં કંઈ પહેલ કરી નથી તેમજ વિ. સં. ૧૭૦૮માં જે સંપ્રદાય સ્થાનકવાસી' તરીકે પ્રસિદ્ધિમાં આવ્યો તેને જ ઉદ્દેશીને પ્રતિમાશતકની રચના કરી નથી પણ એ સ્થાનકવાસીઓના પુરોગામી જે જિનપ્રતિમાના ઉત્થાપકો હતા તેમને લક્ષીને આ તેમજ એવી બીજી કૃતિઓ રચી છે. ન્યાયાચાર્ય યશોવિજ્યગણિ અને સાક્ષરત્નો
-
યશોવિજયગણિ અને ઉમાસ્વાતિ – વિદ્યાવારિધિ ઉમાસ્વાતિના ત. સૂ. ઉપર યશોવિજયગણિએ ટીકા રચી છે. એ અપૂર્ણ મળે છે. એ પૂરેપૂરી રચાઈ હતી કે કેમ તે જાણવું બાકી રહે છે. આ ગણિવરે રચેલા જ્ઞાનબિન્દુ (પૃ. ૧૭)માં પ્રશમરતિનું ૨૨૩મું પદ્ય ઉષ્કૃત કરાયું છે. અધ્યાત્મસારના યોગાધિકારનું ૧૮મું પદ્ય પ્રશમરતિનું સ્મરણ કરાવે છે.
યશોવિજયગણિ અને દિગંબરાચાર્ય કુકુન્દ – યશોવિજયગણિએ દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકામાંની વીસમી દ્વાત્રિંશિકા નામે યોગાવતાર'ના વીસમા પદ્યમાં કુન્દકુન્દ્રાચાર્યને ‘મહર્ષિ’ તરીકે સંબોધ્યા છે એટલું જ નહિ, પણ એમ કર્યું હોવાથી કોઈ કટ્ટર શ્વેતામ્બરે ટકોર કરી હશે એથી કે કોઈ કટ્ટર શ્વેતામ્બર તેમ કરશે એમ લાગવાથી આને અંગેની તત્ત્વાર્થદીપિકા પત્ર ૧૨૩૨)માં ‘મહર્ષિ' કહેવાનું કારણ દર્શાવ્યું છે અને સાથે સાથે આ સંબંધમાં હરિભદ્રસૂરિએ પતંજલિને અંગે જે સર્તન દર્શાવ્યું છે તેનું ઉદાહરણ પણ આપી પોતાનો સાત્ત્વિક અનુરાગ વ્યક્ત કર્યો છે. આ પગલું કોઈ પક્ષપાત કે દાક્ષિણ્યને લઈને ભરાયું નથી. જો એમ હોત તો દિગંબરોનાં કેવલિભુક્તિ, સ્ત્રીમુક્તિ, દીક્ષા, અધ્યાત્મ ઇત્યાદિને અંગેનાં મંતવ્યોનું નિરસન કરવામાં કચ્ચાસ રખાઈ હોત.
આચાર્ય કુન્દકુન્દે પવયણસાર, સમયસાર અને નિયમસાર રચ્યા છે. એ પૈકી પહેલા બેનો યથાપ્રસંગ અવતરણ આપવા માટે ઉપાધ્યાયજીએ ઉપયોગ કર્યો છે.
૧. જુઓ હૈ. સા. સં. ઈ. (પૃ. ૫૦૭-૫૦૮), ૨. જુઓ હૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૪૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org