________________
४२
શિષ્યપરિવારને શિખામણ રૂપે કેટલીક સૂચનાઓ કરાઈ હશે.
અનુપમ જીવન જીવનાર મુક્તિમણીને વરે – એ સિદ્ધ પરમાત્મા બને. એનું સ્વરૂપ સિદ્ધસહસ્રનામકોશ નામની અમુદ્રિત કૃતિમાં આલેખાયું હશે એમ એનું નામ વિચારતાં ભાસે છે. આની હાથપોથી મને જોવા મળ્યું હું વિશેષ કહી શકું.
અવશિષ્ટ સાહિત્યમાં દ્વાત્રિંશદ્વાત્રિંશિકા અને ષોડશકનું વિવરણ એમાં ચર્ચાયેલી અનેક બાબતોને લઈને અગ્ર સ્થાન ભોગવે છે.
—
આગમોનો પરિચય – આજકાલ જે પિસ્તાળીસ આગમો ગણાવાય છે તેનાં નામ દર્શાવવા અને એ પૈકી અગિયાર અંગોની આછી રૂપરેખા આલેખવા ઉપરાંત આગમોને અંગે કોઈ વિશિષ્ટ ગ્રંથ ઉપાધ્યાયજીએ રચ્યો નથી એટલું જ નહિ, પણ કોઈ આગમ ઉપર એમણે ટીકા રચ્યાનું પણ જણાતું નથી.
પ્રકરણો – ઉપાધ્યાયજીની કેટલીક કૃતિઓને ‘પ્રકરણ’ તરીકે એ કર્તાએ જાતે તેમજ અન્ય કોઈ કોઈ વ્યક્તિએ ઓળખાવી છે. પ્રકરણ રચવાનો પ્રારંભ વિદ્યાવારિધિ ઉમાસ્વાતિથી તો થયો જ છે એમ પાંચ સો પ્રક૨ણોના પ્રણેતા તરીકેની એમની પ્રસિદ્ધિ જોતાં જણાય છે. આગળ જતાં સિદ્ધસેન દિવાકરે અને ખાસ કરીને સમભાવભાવી હરિભદ્રસૂરિએ અનેક પ્રકરણો રચ્યાં છે, પ્રકરણ દ્વારા વક્તવ્યને એકધારું અને સંક્ષિપ્ત રજૂ કરી શકાય એવું એનું સ્વરૂપ છે. એથી કેટલાંયે આગમિક પ્રકરણો રચાયાં છે. જેમકે જીવવિયાર, નવતત્ત, દંડગ, સંગહણી ઇત્યાદિ.
ઐતિહાસિક કૃતિઓ – ઇતિહાસ’ એટલે ‘ભૂતકાળનું સાલવારી વૃત્તાંત' એમ સામાન્ય રીતે કહી શકાય. ઉપાધ્યાયજીએ આ લક્ષણને ચરિતાર્થ કરનારી કેટલી અને કઈ કઈ કૃતિ રચી છે તે તો એમની બધી જ કૃતિ ઉપલબ્ધ હોય તો કહી શકાય. આ પરિસ્થિતિમાં હું અત્યારે તો બે જ કૃતિ નોંધું છું :
(૧) જિનબિંબસ્થાપન સ્તવન – આમાં કોણે કોણે ક્યારે ક્યારે કેટકેટલાં જિનમંદિરો કરાવી જિનબિંબો સ્થાપ્યાં તે દર્શાવાયું છે. આમ આ નાનકડી કૃતિ કેટલીક સાલવારી પૂરી પાડે છે.
(૨) દસ મતનું સ્તવન – આ સ્તવન અમુક અમુક મત ક્યારે નીકળ્યો તેનાં વર્ષ નીચે મુજબ રજૂ કરે છે :
૧. નૈન સાહિત્યા રૂતિહાસમાં આગમિક પ્રકરણોને અંગે મેં જે લખાણ ગુજરાતીમાં તૈયાર કર્યું હતું તેનો હિન્દી અનુવાદ કરાયો છે અને એ હવે છપાશે.
૨. કેટલાક આ કૃતિ ન્યાયાચાર્યની નથી એમ માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org