________________
૪૧
(૫) અધ્યાત્મ જેમ ન્યાય એ યશોવિજયગણિનો પ્રિય વિષય છે તેમ અધ્યાત્મ પણ છે એમ એને અંગેનું પુષ્કળ સાહિત્ય જે એમણે રચ્યું છે તે જોતાં જણાય છે.
જ્ઞાનસાર એ જોકે અધ્યાત્મસાર અને અધ્યાત્મોપનિષદની જેમ અધ્યાત્મની કૃતિ છે તેમ છતાં એ કૃતિ એ બે કરતાં સુગમ છે. વળી એમાં કોઈ વિવાદાસ્પદ વિષયને – દાર્શનિક ચર્ચાને સ્થાન અપાયું નથી. એ કૃતિ કોઈ શુષ્ક દર્શન કે ચિન્તન રજૂ ન કરતાં ઉચ્ચ કોટિનું કવિત્વ પણ પૂરું પાડે છે. આમ અહીં વિશદ દર્શન, ઊંડાં ચિન્તન અને સુકવિત્વની સુભગ ત્રિપુટીનાં દર્શન થાય છે. કવિની મનોરમ કલ્પના ઉપમા, ઉàક્ષા ઇત્યાદિ દ્વારા ખીલી ઊઠે છે. આના થોડાક નમૂના હું અહીં રજૂ કરું છું:
સંકલ્પરૂપ દીપક એક ક્ષણ સુધી પ્રકાશ આપી વિકલ્પોરૂપ ધુમાડાઓ ઉત્પન્ન કરી આત્માને મલિન બનાવે છે.
ઊંટની પીઠ જેવી કર્મની રચના છે.
જે માનવી પાસે ક્ષમારૂપ પુષ્પમાળા, વ્યવહાર અને નિશ્ચયરૂપ વસ્ત્રો, ધ્યાનરૂપ અનુપમ અલંકાર,જ્ઞાનરૂપ અગ્નિ, શુભ સંકલ્પરૂપ ધૂપ અને સત્યરૂપ ઘંટ હોય તેના હાથમાં મોક્ષ છે.
હરિભદ્રસૂરિએ યોગબિન્દુ (શ્લો. ૩૫૮-૩૬૭)માં યોગનાં (૧) અધ્યાત્મ, (૨) ભાવના, (૩) ધ્યાન, (૪) સમતા અને (૫) વૃત્તિ સંક્ષેપ એમ પાંચ સોપાન દર્શાવ્યાં છે અને પહેલાં ચારને પતંજલિએ નિર્દેશલ સંપ્રજ્ઞાત સમાધિ સાથે અને પાંચમાને - છેલ્લાને અસંપ્રજ્ઞાત સમાધિ સાથે સરખાવ્યાં છે. ન્યાયાચાર્યું પણ યોગાવતારકાત્રિશિકા (શ્લો. ૨૦માં તો આ જ પ્રમાણે નિરૂપણ કર્યું છે પરંતુ પાતંજલ યોગદર્શન (૧, ૧૮) ઉપરની વ્યાખ્યામાં સંપ્રજ્ઞાતનો પણ વૃત્તિસંક્ષેપમાં અન્તર્ભાવ કર્યો છે અને આ રીતે વૃત્તિસંક્ષેપના અર્થનો જાણે વિસ્તાર કર્યો છે અને તેમ કરીને એનું ક્ષેત્ર ચોથા ગુણસ્થાનથી ચૌદમા સુધીનું સૂચવ્યું છે.
(૬) જીવનશોધન - જીવનશોધનને અંગે જાતજાતની કૃતિઓ રચાઈ છે. આદેશપટ્ટકની એક જ પત્રની હાથપોથી ઉપલબ્ધ થયાનું જાણવા મળે છે પરંતુ એ નાનકડી કૃતિ નજરે જોયા વિના તો શું કહેવાય ? એના નામ ઉપરથી એમ ભાસે છે કે એમાં પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org