________________
३६
પુરોગામીએ પણ આવો અભિનવ પ્રકાશ પાડ્યો નથી.
ન્યાયાચાર્યની નયમીમાંસા જેવા નામથી પીએચ.ડી. (Ph.D.) માટે નિબંધ લખી શકાય એટલી વિપુલ અને વ્યવસ્થિત સામગ્રી આ ન્યાયાચાર્યના ગ્રંથોમાંથી મળી શકે તેમ છે. એ સામગ્રીનું ઐતિહાસિક અને તુલનાત્મક અવલોકન પણ સાથે સાથે કરાય તો નયમીમાંસાનો એક દળદાર ગ્રંથ તૈયાર થઈ શકે.
સપ્તભંગીને અંગે સપ્તભંગીતરંગિણી નામની એક કૃતિ યશોવિજયગણિએ રચી છે ખરી પરંતુ એ અદ્યાપિ અનુપલબ્ધ છે. એને બાદ કરતાં આ વિષય એમણે પ્રસંગવશાત્ સપ્તભંગીનયપ્રદીપમાં તેમજ અનેકાન્તવ્યવસ્થામાં ચર્ચો છે. આ બે કૃતિ પૈકી પહેલીમાં તો સપ્તભંગી નયોના નિરૂપણની પેઠે મુખ્ય સ્થાન ભોગવે છે કેમકે સપ્તભંગી-નયપ્રદીપ જે બે સર્ગમાં વિભક્ત છે તેમાંના આદ્ય સર્ગનું નામ ‘સપ્તભંગી’ છે. એમાં ‘સપ્તભંગી’ની આછી રૂપરેખા આલેખાઈ છે. એને અંગેની ઝીણવટભરી માહિતી તો અનેકાન્તવ્યવસ્થા પૂરી પાડે છે.
સપ્તભંગીના મુખ્ય ત્રણ ભંગોનો નિર્દેશ વિવાહપત્તિ નામના આગમમાં છે જ્યારે એના સાતે ભંગોનો ઉલ્લેખ તો સૌથી પ્રથમ સમન્તભદ્રકૃત આપ્તમીમાંસામાં છે. સપ્તભંગીના સંબંધમાં શ્વેતાંબરો અને દિગંબરોમાં કોઈ કોઈ બાબતમાં મતભેદ છે. એ જોતાં ઉપાધ્યાયજીએ દિગંબરોનાં મંતવ્યોની સમાલોચના સપ્તભંગીતરંગિણીમાં કરી હોય તો ના નહિ.
પ્રમાણોની માહિતી ન્યાયાચાર્યે કોઈ ગુજરાતી કૃતિમાં મુખ્ય કે આનુષંગિક વિષય તરીકે ન પણ આપી હોય પરંતુ સપ્તભંગી માટે તેમ કહી શકાય તેમ નથી કેમકે દ્રવ્ય અનુયોગ વિચાર (ઢાળ ૪)ની નવમી કડીમાં સપ્તભંગીનો ઉલ્લેખ છે અને એના સ્વોપન્ન ટબ્બામાં એ વિષે સામાન્ય માહિતી અપાઈ છે.
અનેકાન્તવાદ કહો કે સ્યાદ્વાદ કહો કે વિભજ્યવાદ કહો એ બધું એક જ છે. અનેકાન્તવાદ એ જૈન દર્શનનો પ્રાણ છે. પ્રત્યેક જૈન મંતવ્ય એનાથી ઓતપ્રોત છે. અનેકાન્તવાદ પરત્વે યશોવિજયગણિએ પાંચ કૃતિઓ રચી છે : (૧) અનેકાન્તપ્રવેશ, (૨) અનેકાન્તવ્યવસ્થા અને (૩-૫) સ્યાદ્વાદરહસ્ય નામની ત્રણ વૃત્તિઓ. સિદ્ધાન્તતર્કપરિષ્કાર પણ સ્યાદ્વાદના નિરૂપણને કેન્દ્રમાં રાખી રચાયો હોય તો
એકંદર છ કૃતિઓ ગણાય. આમાં પહેલી અને આ છેલ્લી કૃતિ તો અનુપલબ્ધ છે. વિશેષમાં પહેલી કૃતિનું નામ જ કહી આપે છે તેમ એ અનેકાન્તવાદમાં પ્રવેશ કરનારને ઉદ્દેશીને રચાઈ હોઈ એ સામાન્ય રચના હશે.
અનેકાન્તવ્યવસ્થાનો પ્રારંભ સ્યાદ્વાદના લક્ષણથી કરાયો છે અને એનો અંત
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org