________________
વિષે તો થોડુંક પણ વક્તવ્ય ગુજરાતી કૃતિઓમાં નજરે પડે છે.
નવોને અંગે ઉપાધ્યાયજીએ સપ્તભંગી – નયપ્રદીપ, નવરહસ્ય અને નયોપદેશ એમ ત્રણ કૃતિઓ રચી છે અને એ પૈકી છેલ્લી કૃતિને તો નયામૃતતરંગિણી નામની સ્વપજ્ઞ વૃત્તિથી વિભૂષિત પણ કરી છે. એની સ્વતંત્ર ગણના કરતાં નયવિષયક ચાર કૃતિઓ ગણાય. એમાં ઉપર્યુક્ત વૃત્તિ નો સંબંધી સૌથી વધારે વિસ્તૃત અને તલસ્પર્શી છે. એ નવ્ય ન્યાયની પદ્ધતિએ રચાયેલી હોવાથી અતિશય ગહન છે. સપ્તભંગીનયપ્રદીપમાં નયોની સામાન્ય સમજણ અપાઈ છે જ્યારે નયરહસ્ય એના કરતાં વિશેષ માહિતી પૂરી પાડે છે. આમ હોઈ સપ્તભંગીન પ્રદીપ નયના અભ્યાસ માટેની પ્રવેશિકાની ગરજ સારે છે.
નયને અંગે ઉપર્યુક્ત કૃતિઓમાં જેમ એકસામટું લખાણ છે તેમ ન્યાયાચાર્યની કેટલીક કૃતિઓમાં નય વિષે છૂટુંછવાયું – પ્રસંગોપાત્ત લખાણ છે. આવી કૃતિઓમાં અનેકાન્તવ્યવસ્થા ઈત્યાદિ નોંધપાત્ર છે.
નિશ્ચયનય અને વ્યવહાર-નય પરત્વે યશોવિજયગણિએ અનેક ગ્રંથોમાં નિરૂપણ કર્યું છે ખરું પરંતુ એ વિષયની સ્વતંત્ર કૃતિ તો બે ગુજરાતી સ્તવનો છે : (૧) શાન્તિ જિનનું સ્તવન અને (૨) સીમંધર જિનને વિનતિ. એ બે કૃતિ ઉપરાંતની કૃતિ તરીકે કોઈ અન્ય કૃતિ કેટલેક અંશ પણ એવી ગણી શકાય તો તે સવા સો ગાથાનું સ્તવન છે.
જ્ઞાન-નય અને ક્રિયા-નયનું સ્વરૂપ જ્ઞાન-ક્રિયા-સક્ઝાયમાં હશે પણ પ્રશ્ન એ છે કે એ નામની કૃતિ ઉપાધ્યાયજીએ જ કેટલાક પૂછે છે તેમ રચી છે ખરી?
જૈન જ્ઞાનનો વિષય કંઠસ્થ કરનારને જ્ઞાનાર્ણવ નામનો ગ્રંથ પદ્યાત્મક હોવાથી ઉપયોગી થઈ પડે તેમ છે તેમ નયને માટે એવો ગ્રંથ તે નયોપદેશ છે.
ઠાણ, અણુઓગદાર વગેરે આગમો તથા કેટલાક આગમોનું વિવરણાત્મક સાહિત્ય – ખાસ કરીને વિરોસા. તેમજ અનાગમિક સાહિત્યને અંગેના ગ્રંથો જેવા કે તત્ત્વાર્થસૂત્રનું ભાષ્ય, દ્વાદશાનિયચક્ર, સમ્મઈપયરણ, વગેરે પ્રૌઢ ગ્રંથો તેમજ પ્રમાણનયતત્તાલોક જેવી અન્ય કૃતિઓ નયના ઉપર પુષ્કળ પ્રકાશ પાડે છે. એ બધાનું દહન કરી યશોવિજયગણિએ નયોનું એવું મહત્ત્વપૂર્ણ અને વ્યવસ્થિત નિરૂપણ કર્યું છે કે એમના પછી અત્યાર સુધીમાં કોઈએ કશી જ નવીન માહિતી પૂરી પાડી નથી. એ રીતે જેમ ન્યાયાચાર્ય અદ્વિતીય ગણાય તેમ કેવલજ્ઞાનાદિને લગતા ત્રણ મતોના સમન્વય કરનાર તરીકે પણ એઓ અદ્વિતીય છે – બલ્ક એમના કોઈ ૧. જુઓ મારો પૃ. ૧૦૮માં નોંધાયેલો લેખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org