________________
સુખલાલનું માનવું છે.'
વેદાન્તીઓના બે પક્ષ અને એના નેતા – અજ્ઞાનના આશ્રય અને વિષય પરત્વે વેદાન્તીઓમાં બે પક્ષ છે. એ બેની માન્યતા અનુક્રમે નીચે મુજબ છે :
(૧) બ્રહ્મ જ અજ્ઞાનનો આશ્રય તેમ જ વિષય છે. (૨) જીવ અજ્ઞાનનો આશ્રય છે અને બ્રહ્મ અજ્ઞાનનો વિષય છે.
પં. સુખલાલના મતે પ્રથમ પક્ષના નેતા – પ્રથમ મંતવ્યના આદ્ય પ્રરૂપક સુરેશ્વરાચાર્ય છે. એમણે નૈષ્કર્યસિદ્ધિ (૧, ૭)માં આ મંતવ્ય રજૂ કર્યું છે અને એનું વિસ્તૃત સ્પષ્ટીકરણ એમના શિષ્ય સર્વજ્ઞાત્મમુનિએ સંક્ષેપશારીરક-વાર્તિકમાં કર્યું છે. વિવરણાચાર્યે ઉર્ફે પ્રકાશાત્મયતિએ સુરેશ્વરાચાર્યના મતનું સમર્થન કર્યું છે.
પં. સુખલાલના મતે બીજા પક્ષના નેતા – દ્વિતીય મંતવ્યના આદ્ય પ્રરૂપક મંડનમિશ્ર છે. એમના મતનું સમર્થન વાચસ્પતિમિએ કર્યું છે.
આ પરિસ્થિતિમાં ઉપાધ્યાયજીએ ઉપર્યુક્ત બંને પક્ષના ખંડન વેળા વિવરણાચાર્યનો અને વાચસ્પતિમિશ્રનો અનુક્રમે ઉલ્લેખ કર્યો છે તે વિચારણીય ગણાય.
આ સંબંધમાં પં. સુખલાલનું કહેવું એ છે કે ઉપર્યુક્ત બંને મંતવ્યો વિવરણાચાર્ય અને વાચસ્પતિમિશ્રના પ્રસ્થાન રૂપે પ્રસિદ્ધિ પામ્યાં – વેદાન્ત દર્શનની એ રીતે પ્રસિદ્ધિ થઈ. એ પ્રસિદ્ધિને અનુસરીને ઉપાધ્યાયજીએ ઉપર મુજબ કથન કર્યું છે.
મારી નમ્ર સમજ પ્રમાણે આ બચાવ લૂલો છે. ઉપાધ્યાયજી જેવા પ્રસિદ્ધિને સ્થાન આપે તેના કરતાં વધુ ચોકસાઈપૂર્વક કથન કરે એવી આશા એમના જેવા બહુશ્રુત પાસે રખાય. તેમ છતાં એઓ એમ જે ન કરી શક્યા તે વધુ તપાસ માટેના સાધનના અભાવને લઈને હશે. ઉપર્યુક્ત બે પક્ષના આદ્ય પ્રરૂપક વિષે વિશેષ સંશોધન થતાં કોઈ નવાં જ નામ જણાય તો નવાઈ નહિ.
કેવલજ્ઞાન અને કેવલદર્શનને અંગે ત્રણ મત છે. એના પુરસ્કર્તાનાં નામ ભિન્ન ભિન્ન મળે છે. એ વાત હું નીચે મુજબ કોષ્ટક દ્વારા દર્શાવું છું :
૧. જ્ઞાનબિન્દુનો પરિચય' પૃ. ૬). ૨. વિશેષ માહિતી માટે જુઓ જ્ઞાનબિન્દુનાં ટિપ્પણો પૃ. ૫૫-૬૧). ૩. જુઓ જ્ઞાનબિન્દુનો "પરિચય” પૃ. ૧૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org