________________
રૂપે વૈરાગ્યકલ્પલતા રચાઈ છે. એ કેવળ અનુકરણ નથી; એમાં કેટલીક વિશેષતા પણ છે. ઉપમિતિ. અને વૈરાગ્યકલ્પલતા જેવી અન્ય કથા આજ દિન સુધી કોઈએ અનુકરણ રૂપે પણ રચી નથી. વૈરાગ્યરતિ પણ ઉપમિતિના અનુકરણરૂપ છે.
ઔપદેશિક સાહિત્ય તરીકે વૈરાગ્યકલ્પલતાનો નિર્દેશ જોકે થઈ શકે તેમ છતાં એમાં કાલ્પનિક પાત્રોની કથારૂપ સંભાર ભરેલો હોવાથી મેં એની ધર્મકથા તરીકે ગણના કરી છે. એને બાદ કરતાં ઔપદેશિક કતિઓ ગણીગાંઠી છે. એ કતિઓમાં ઉવએ સરહસ્સ પ્રૌઢ હોવાથી અને વાહણ-સમુદ્ર-સંવાદ એના કાવ્યતત્ત્વને લઈને આકર્ષક બનેલ છે.
() દાર્શનિક સાહિત્યનું પરિશીલન
(૧) જ્ઞાનમીમાંસા જૈન દર્શન પ્રમાણે જ્ઞાનના મતિજ્ઞાન વગેરે પાંચ પ્રકારો છે. આના નિરૂપણાર્થે ઉપાધ્યાયજીએ સંસ્કૃતમાં બે ગ્રંથો રચ્યા છે જ્ઞાનાર્ણવ પદ્યાત્મક) અને જ્ઞાનબિન્દુ (ગદ્યાત્મક). પ્રથમ ગ્રંથ પહેલાં રચાયો છે અને એ સ્વોપજ્ઞ વિવરણથી વિભૂષિત છે. જ્ઞાનબિન્દુ એનું નામ વિચારતાં જ્ઞાનાર્ણવની સંક્ષિપ્ત આવૃત્તિ હશે એમ લાગે છે જોકે એમાં પણ જ્ઞાનને અંગે પુષ્કળ – બબ્બે સર્વાગીણ માહિતી અપાઈ છે. એ પૂર્વે આવી માહિતી નાણખવાય, નન્દી અને વિસસાવસ્મયભાસમાંથીઅને નિમ્નલિખિત “ચાર મુદ્દાઓને લગતી માહિતી સમઇપહરણ અને નિશ્વયદ્વાત્રિશિકામાંથી મળી રહે છે :
(૧) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની વાસ્તવિક એકતા. (૨) અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનનો તાત્ત્વિક અભેદ. (૩) કેવલજ્ઞાન અને કેવલદર્શનનો વાસ્તવિક અભેદ. (૪) શ્રદ્ધાનરૂપ દર્શન અને શાનમાં અભેદ.
મહાવાદી અને કવિરત્ન સિદ્ધસેન દિવાકરે પ્રરૂપેલા આ ચાર મુદ્દાઓ ઉપર સહાનુભૂતિપૂર્વક વિચાર કરનાર અને એનું સમર્થન કરનાર સિદ્ધસેન પછી હજાર વર્ષમાં કોઈ મહાનુભાવ થયા હોય તો તે યશોવિજયગણિ એકલા છે એમ પં. ૧. એક રીતે તર્કભાષાને પણ જ્ઞાનવિષયક ગ્રંથ ગણી શકાય. એ હિસાબે બે નહિ પણ
ત્રણ ગણાય. ૨. જુઓ જ્ઞાનબિન્દુનો “પરિચય પૃ. ૬-૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org