________________
યશોદોહનઃ ખંડ-૨
૧૬૭
દ્વારા કરાયો છે. આ વર્ધમાન તે મહાવીરસ્વામી છે એમ સહજ ભાસે, પણ આ કૃતિની રચના એવી છે કે ઋષભ, ચન્દ્રાનન, વારિષેણ અને વર્ધમાન એમ જે જિનેશ્વરોનાં ચાર શાશ્વત નામ ગણાવાય છે તેમાંના હરકોઈ વર્ધમાન જિનેશ્વરને અંગે ઘટી શકે છે. આ સ્તુતિ પછી શ્વેતાંબરોના ગ્રંથોની ખૂબ પ્રશંસા કરાઈ છે અને ત્યાર બાદ દિગંબર મત વીર સંવત ૬૦૯ (ઈ. સ. ૮૨ કે ૮૩)માં આયકૃષ્ણના શિષ્ય સહસમલથી નીકળ્યો એ બાબત દર્શાવાઈ છે. એના પછી આ કૃતિના મધ્યબિન્દુરૂપ શ્વેતાંબર અને દિગંબર વચ્ચેના મતભેદનું વિસ્તૃત નિરૂપણ દાખલા દલીલપૂર્વક કરાયું છે. એની આછી રૂપરેખા હું નીચે મુજબ આલેખું છું:
જિનેશ્વરમાં અઢાર દોષોના અભાવની ગણતરી પરત્વે મતભેદ, વલિમુક્તિ (શ્વે.), તીર્થંકરનો દેહ સાત ધાતુઓથી યુક્ત હોવાની માન્યતા (શ્વે.), તીર્થકરનું પરમ
ઔદારિક શરીર દિ), નોકર્ણાહારે જિનના શરીરની સ્થિતિ દિ), કેવલીનાં બળેલી દોરડી જેવાં કર્મ (દિ), તીર્થકરને ૧૧ પરીષહ (જે) દિ), જિનનું ક્ષાયિક સુખ તે કેવલજ્ઞાન દિ), દેવની પ્રેરણાથી તીર્થકરનું બેસવું-ઊઠવું (દિ), કેવલજ્ઞાની થતાં જિનનું આકાશમાં આકડાના રૂની માફક પરિભ્રમણ દિ), જિનની વાણીની સાક્ષરતા (હૈ.), શલાકાપુરુષોમાં નિહારનો અભાવ દિ), અપ્રમત્ત સાધુને આહાર-વિહારનો અસંભવ (દિ), માનુષોત્તર પર્વતની બહાર જનાર સાધુના વ્રતનો ભંગ (દિ), ભરતને ગૃહસ્થપણામાં કેવલજ્ઞાન (એ.), ભાવની મુખ્યતા (દિ.), વ્યવહારનયની આવશ્યકતા (શ્વે.), અધિગમ વિના સમ્યકત્વની પ્રાપ્તિ (દિ), કેવલીના મસ્તક ઉપર વસ્ત્ર મુકાતાં કેવલજ્ઞાનનો હ્રાસ દિ), સિદ્ધના પંદર ભેદ (શ્વે.), સ્ત્રીલિંગે સિદ્ધિ (જે.., મલ્લિનાથનું સ્ત્રીત્વ (જે.), દ્રૌપદીનું પંચભર્તૃત્વ (.), બાહુબલિએ કરેલો કેવલીનો વિનય (જે.., તીર્થકરનું વાર્ષિક દાન (જે.), પરહિત કરવાથી પુણ્ય (સ્પે.), કપિલ કેવલીનું નૃત્ય (જે.), મલ્લિનાથ અને નેમિનાથ સિવાયના તીર્થકરની પરિણીત દશા (જે.), સાધુનું ભિક્ષાગ્રહણ (જે.), કસ્તૂરી વગેરેથી પૂજા (જે.), જિનપ્રતિમાની અંગપૂજા (જે.), સમવસરણમાં જિનની અચલકતાનું અદર્શન (શ્વે.), ગૌતમસ્વામીએ પરિવ્રાજકનો કરેલો સત્કાર (શ્વે.), જિનપ્રતિમાનું પ્રક્ષાલન (જે., ગુરુની સ્થાપના (શ્વે.), શત્રુંજયનો તીર્થ તરીકે સ્વીકાર (સ્પે.), શુદ્ધ ઉપયોગમાં સાધુ દ્વારા ઉપદેશ અને દીક્ષા (જે., વસુદેવની ૭૨૦૦૦ પત્ની (જે), મહાવીરસ્વામીના જમાલિ જમાઈ (શ્વે), ચંડરદ્રાચાર્યના શિષ્યને કેવલજ્ઞાન (.), વ્યવહારની સ્થાપના (શ્વે), દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ ઉભય નયની મુખ્યતા (જે), પર્યાયનો ગુણ તરીકે ઉલ્લેખ (૨), ગુણાર્થિક નયની અનુપપત્તિ (શ્વે, નયની સાતની સંખ્યા (), સમયપર્યાયની
૧-૨. આ બંનેની પ્રાચીનતા તેમજ ન્યાધ્યતા વિચારવી ઘટે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org