________________
૧૬૬
પરમત સમીક્ષા જ્યારે કોઈક હાથપોથીમાં તેરમું પદ્ય નથી.
છંદ – આ કૃતિના છંદનાં નામ એને લગતા પદ્યાંક તેમજ તે તે પદ્યની કુલ સંખ્યા સહિત નીચે મુજબ હું દર્શાવું
અડલ્સ (અલ્લિ ) ૫૫, ૭૭-૭૯. ]િ ચોપાઈ ૨૪-૩૨, ૩-૧૦૧. [૧૮]. છપ્પય ૧, ૧૯ [૨].
દોહરો ૩-૧૧, ૧૩-૧૭, ૨૨૩, ૩૪-૩૯, ૪૬-૫૪, ૫૬-૬૯, ૭૨-૭૫, ૮૦-૮૭, ૧૦૩-૧૪૧, ૧૪-૧૫૧, ૧૫૩-૧૬૧, [૧૧૫]
સવૈયો ૨, ૧૨, ૧૮, ૩૩, ૪૫, ૭૦, ૭૧, ૭૬, ૧૪૨, ૧૫ર, [૧] સોરઠી દોહરો ૮૮, ૮૯, ૧૦૨, ૧૪૩. [૪] સોરઠો ૪૦, ૯૦૯૨. ]િ. હરિગીત (ગીતા) ૪૧-૪૪. [૪]
ઉદ્દભવ - પ્રસ્તુત કૃતિનો ઉદ્દભવ દિ. પંડિત હેમરાજ પાંડેએ શ્વેતાંબર મતની સમીક્ષા રૂપે કરેલી પ્રરૂપણાને આભારી છે એમ ૧૫૮મું પદ્ય જોતાં જણાય છે. એમણે શ્વેતાંબરોથી દિગંબરો ચોર્યાસી બાબતમાં ભિન્ન મત ધરાવે છે એમ પ્રતિપાદન કર્યું છે. આ જાતની એમની કૃતિ તે મારી નમ્ર સમજ પ્રમાણે સિતપટ ચૌરાસી બોલ છે. એના પ્રત્યુત્તર રૂપે શ્વેતાંબરોને ઉદ્દેશી પ્રસ્તુત કૃતિ યોજાઈ છે.
રચના-સ્થળ – પ્રસ્તુતિ કૃતિ “કાશીથી આવતાં રચેલ” એવો ઉલ્લેખ મુનિ (હાલ સૂરિ) પ્રતાપવિજયજીએ સવૃત્તિક પ્રતિમાશતકના “કિંચિત્ પ્રાસ્તાવિક પત્ર ૧૦માં કર્યો છે. જોકે એ બાબત કોઈ આધાર દર્શાવ્યો નથી. આ પરિસ્થિતિમાં પ્રસ્તુત કૃતિ ક્યાં રચાઈ તે જાણવું બાકી રહે છે. એના રચનાવર્ષ વિષે પણ આપણે અંધારામાં છીએ.
વિષય – પ્રસ્તુત કૃતિનો પ્રારંભ વર્ધમાન નામના જિનેશ્વરની હૃદયંગમ સ્તુતિ
૧. આ કૃતિ કોઈ સ્થળેથી પ્રસિદ્ધ થઈ હોય એમ જાણવામાં નથી. એનો થોડોક ભાગ મેં
એક લેખમાં આપ્યો છે. આથી આ સંપૂર્ણ કૃતિ યશોવિજયની પ્રસ્તુત કૃતિ સહિત છપાવાય તો શ્વેતાંબરો અને દિગંબરો વચ્ચેના તાત્વિક તેમજ આજની પરિસ્થિતિમાં નગણ્ય' એવા મતભેદો કયા છે તે જાણી બંને ફિરકા વચ્ચેનું વૈમનસ્ય ઓછું કરી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org