________________
પ્રકરણ ૪
પરમત સમીક્ષા
મનુષ્યોના બે વર્ગ પડાયઃ (૧) જૈન અને (૨) અજૈન. તેમાં જેનો એ યશોવિજયજી ગણિની અપેક્ષાએ “સ્વયૂથિક' છે, કેમકે આ ગણિ ધર્મ જૈન છે, જ્યારે અજેનો પરવૃથિક છે.
જૈનોના મુખ્ય બે ઉપવર્ગ ગણાયઃ (૧) શ્વેતાંબર અને (૨) દિગંબર. આ બંનેના મૂર્તિપૂજક અને અમૂર્તિપૂજક એવા બબ્બે ભેદ છે. યશોવિજયજી ગણિના સમય સુધી તો અમૂર્તિપૂજક શ્વેતાંબર એટલે હુંપક, સ્થાનકવાસી, સૂંઢક ઇત્યાદિ નામે ઓળખાવાતા પંથના અનુયાયીઓ, એમ સમજાતું હતું, કેમકે તેરાપંથી' મત તો વિ. સં. ૧૮૧૮માં નીકળ્યો.
અજેનોના મુખ્ય ઉપવર્ગો નીચે મુજબ છે :
(૧) બૌદ્ધ, (૨) નૈયાયિક, (૩) વૈશેષિક, (જી સાંખ્ય, (૫) મીમાંસક પૂર્વમીમાંસાના અનુયાયીઓ), (૬) વેદાન્ત (ઉત્તરમીમાંસાના અનુયાયીઓ) અને (૭) ચાર્વાક (લૌકાતિક)..
અજૈન દર્શનકારોની કેટલીક માન્યતા જૈન દષ્ટિએ વિચારણીય જણાય છે એટલે એની સમાલોચના છેક મહાવીરસ્વામીના સમયથી તો થતી આવી છે. આ પરિસ્થિતિમાં યશોવિજયજી ગણિએ કેટલીક સ્વતંત્ર કૃતિઓ રચી છે તો કેટલીક પુરોગામીની આ વિષયને લગતી કૃતિની ટીકા રચી છે. બીજા પ્રકારની રચના ઓછી - બે જ હોવાથી એ આપણે સૌથી પ્રથમ વિચારીશું
શાસ્ત્રવાર્તાસમુચ્ચય અને સ્યાદ્વાદકલ્પલતા – હરિભદ્રસૂરિજીએ શાસ્ત્રવાર્તાસમુચ્ચય નામની મહામૂલ્યશાળી કૃતિ ૭૦૧ (સાતસો ને એક) પદ્યમાં ૧. દા. ત. શાસ્ત્રવાતસમુચ્ચયની વૃત્તિ નામે સ્યાદ્વાદકલ્પલતા અને સ્વાદ્વાદમંજરીની ટકા. ૨. મૂળ કૃતિ “જે. ધ. પ્ર. સ.” તરફથી ઈ. સ. ૧૯૦૮માં પ્રસિદ્ધ કરાઈ હતી. ત્યાર બાદ
આ મૂળ કૃતિ સ્યાદ્વાદકલ્પલતા સહિત દે. લા. જે. પુ. સંસ્થા તરફથી ઈ. સ. ૧૯૧૪માં છપાવાઈ હતી, જ્યારે મૂળ કૃતિ દિફપ્રદા નામની સ્વોપણ વૃત્તિ સહિત “વિજયદેવસૂરિ સંઘ સંસ્થા, ગોડીજી ઉપાશ્રય” તરફથી મુંબઈથી ઈ. સ. ૧૯૨૯માં પ્રકાશિત કરાઈ હતી. ૩ આ પ્રકાશિત છે. જુઓ 2િ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org