________________
૮૮
ઔપદેશિક સાહિત્ય સાતમાં સર્ગનાં અંતિમ પદ્યો નીચે પ્રમાણે છે : "द्वादशापि मया स्वर्गा, बान्धवत्रयसंयुता । प्रत्येकं प्रेक्षिता भद्रे !, क्वचित् प्रकृष्ट बान्धवैः ॥ ८६७ ॥ तयाऽथ द्वादश स्वर्गान्मनुजा वास तन्मुखम् । प्रस्यापितो विशालाक्षि 'पुण्योदय सुहृद्युतः ॥ ८६८ ॥ भवति विगतस्वान्तध्वान्तः परिग्रहमोहयो:,
परिणतिमिमां कृत्वा दुष्टांश्च तैरपि यः सुधीः । स इह लभते धर्मध्यानप्रथाप्रसरज्जिन
- પ્રવ(થ)નાની તસ્વીભાગનુમતિયશથિયમ્ II રદ્દ ” આઠમા સર્ગનું છઠ્ઠ પદ્ય અને અપૂર્ણ સાતમું પદ્ય નીચે પ્રમાણે છેઃ
"तस्य चास्ति महादेवी लावण्यगुणशालिनी । कृतरम्भा मनःस्तम्भा धाम्ना नाम्नी सुमालिनी ॥ ६ ॥ निवेशितोऽहं तत्कुक्षौ, पुण्योदययुतस्तया'
અમૃતવેલની સજઝાય - આ નામની બે ગુજરાતી કૃતિ છેમોટી અને નાની. પહેલામાં ૨૯ કડી છે તો બીજામાં ૧૯. બંનેની પ્રારંભિક તેમજ ઉપાજ્ય પંક્તિ પણ પ્રાયઃ સરખી છે. બંનેનો વિષય પણ હિતશિક્ષા છે. એ રીતે પણ આ બેમાં સમાનતા છે. કર્તાએ બંને કૃતિને અંતમાં “સી(શી)ખડી અમૃતવેલ” કહી છે. નાની કૃતિમાં જે હિતોપદેશ અપાયો છે તે કોઈ પણ ધર્મના માનવીને ગ્રહણ કરવા યોગ્ય છે. એ દાનવ મટીને માનવ થવાનો માર્ગ દર્શાવે છે. એમાં સમકિત, ગારવ, દર્શન અને ચરણ એમ જૈન-દર્શનના પારિભાષિક શબ્દો વપરાયા છે. મોટી કૃતિ ખાસ કરીને જૈનોને ઉદ્દેશીને રચાયેલી છે. જો કે એમાં હરકોઈને ઉપયોગી થઈ પડે એવા પણ શિખામણના બોલ છે. આ કૃતિમાં અરિહંત (જૈન તીર્થંકર), સિદ્ધ (પર-મુક્ત, સાધુ અને ધર્મનાં ચાર શરણ સ્વીકારવાનો, દુષ્કૃતની-વિવિધ પાપાચરણની નિંદા કરવાનો અને સુકૃતની – પાંચ પરમેષ્ઠીની, શ્રાવકની અને સમ્યકત્વધારીની, તેમજ અન્ય મતના ગુણીની અનુમોદના કરવાનો ઉપદેશ અપાયો છે. આગળ જતાં આત્માનું સ્વરૂપ આલેખાયું છે. અને અંતમાં કર્તાએ પોતાનું નામ સુજસ દ્વારા સૂચવ્યું છે.
૧. કર્તાએ “સજઝાય” શબ્દ વાપર્યો નથી.
૨. નાની કૃતિમાં જસ' એવો ઉલ્લેખ છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org