________________ ભક્તિસાહિત્ય યશોવિજયગણિએ અધ્યાતમરસિક આનંદઘનની સ્તુતિ કરી છે એમ મનાય છે. પહેલા પદમાં સમતિને આનંદઘનની સખી કહી છે. એ મુનિવર રતિ અને અરતિના સંગથી વર્જિત છે એમ ચોથા પદમાં કહ્યું છે. અહીં એ પણ વાત કહી છે કે કોઈક આ મુનિવરનાં છિદ્ર જુએ છે. આનંદઘનને મળવાથી પોતે આનંદઘન જેવા બન્યા એમ આઠમા પદમાં કહ્યું છે અને એ માટે એમણે લોઢાને પારસમણિ)નો સ્પર્શ થતાં એ સુવર્ણ બને છે એ ઉદાહરણ આપ્યું છે. રાગ અને તાલ - પ્રસ્તુત અષ્ટપદી ગેય છે. એનાં બીજા અને સાતમા પદ સિવાયનાં પદોના રાગનાં નામ નીચે પ્રમાણે છે: કાનડો, નાયકી, નાયક, નાયકી, કાનડો અને કાનડો છે. ત્રીજા, ચોથા અને છઠ્ઠા એ ત્રણ પદના તાલ તરીકે એનાં નામ અનુક્રમે ચંપક, ચંપક અને રૂપક અપાયાં છે. પ્રસ્તુત કૃતિની રચના જયદેવકૃત અષ્ટપદીને આભારી હશે. વિમલાચળનું સ્તવન - આ પાંચ કડીનું પ્રભાત અથવા “કાફી' રાગમાં ગુજરાતીમાં રચાયેલું સ્તવન વિમલગિરિનું માહાસ્ય વર્ણવે છે. મોક્ષવૃક્ષનું ફળ લેવા માટે એ ગિરિ જાણે ધર્મનો હાથ હોય એમ પહેલી કડીમાં ઉàક્ષા કરાઈ છે. બીજી કડી પણ ઉàક્ષા અલંકારથી વિભૂષિત છે. એમાં કહ્યું છે કે એ ગિરિ ઉપરની જિનગૃહની ઉજ્વળ અને ઉન્નત મંડળી એવી શોભે છે કે જાણે એને હિમાલય માની આકાશગંગા અહીં આવી છે. ત્રીજી કડીમાં એવો ઉલ્લેખ છે કે સીમધરસ્વામીએ આ તીર્થ અદ્વિતીય છે એમ હરિને કહ્યું છે. અંતમાં આ ગિરિને વંદન કરનારનો જન્મ સફળ થાય એવો ઉલ્લેખ છે. હિન્દી અને ગુજરાતી ગીતો જિન-ગીત - આ પાંચ કડીની હિન્દી કૃતિ છે. એને માટે “વેલાઉલ રાગનો ઉલ્લેખ છે. અહીં કહ્યું છે કે હે પ્રભુ! તારા ગુણનો રસ મારા ગુણને સુવર્ણ બનાવે. એ સારું સુવર્ણ થયા પછી તાંબું કેમ થાય? નેમ-રાજુલનાં છ ગીત - આ પૈકી પહેલાં ચાર ગીત તે અનુક્રમે નિમ્નલિખિત ક્રમાંકવાળાં પદ છે - 40, 33, 26 અને 15. 1. આ કૃતિ “શ્રી વિમલાચલ જિન-સ્તવન"ના નામથી ગૂ. સા. સં. વિ. ૧,પૃ. ૧૧૨-૧૧૩)માં છપાઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org