________________ યશોદોહનઃ ખંડ-૨ 69 દમદંત, કૂલવાલૂક, પ્રદેશ રાજા તેમજ ઉત્તરઝયણ અને ભગવઈમાં નિર્દિષ્ટ મુનિવરોને, છઠ્ઠી ઢાલમાં સૂયગડમાં નિર્દેશાયેલા આર્દ્રકુમારાદિકને અણિકાસુતને તથા દઢપ્રહારીને, સાતમી ઢાલમાં ઇન્દ્રભૂતિ વગેરે અગિયાર ગણધરોને, જંબૂકુમારથી માંડીને દેવદ્ધિ ક્ષમાશ્રમણને અને આઠમી ઢાલમાં દુ:પ્રહને તેમજ બાહ્મી વગેરે શ્રમણીઓને નમસ્કાર કરાયો છે. રચનાવર્ષ અને રચનાસ્થળ - પ્રસ્તુત કતિ વિ. સં. ૧૭૨૧માં ખંભાતમાં રચાયાનો આઠમી ઢાલમાં ઉલ્લેખ છે. સાથે સાથે આ ઢાલમાં કર્તાએ પોતાની ગુરુપરંપરાનો નિર્દેશ કર્યો છે. સાક્ષીરૂપ ગ્રંથો - આ કૃતિમાં નિમ્નલિખિત આગમોનો ઉલ્લેખ છે : અંતગડ (1, 10) આઠમું અંગ (3, 1.), ઉત્તરાધ્યયન (પ, 9), છઠું અંગ (4, 14.), જંબુપની (1, 3.) નવમું અંગ (4, 1.), ભગવાઈ (1, 6, 5, 17.), રાયપ્રણી (5, 2.) અને સિદ્ધિદંડિકા (1, 4.). તપગચ્છપતિની સઝાય પૂ. વિ. સં. 1718) - આ છ કડીની ગુજરાતી કૃતિ છે. એની દેશી તરીકે “નિંદરડી વેરણ હુઈનો ઉલ્લેખ છે. આ કૃતિમાં “તપગચ્છના આચાર્ય વિજયધર્મના ગુણગાન ગવાયાં છે. એમને કામ નૃપતિ જેવા રૂપવાળા, કરુણાસાગર, સુધા સમાન દેશના દેનારા અને નિષ્કારણ જગબંધુ કલ્યા છે. એવા ગુર સાથેની થોડી પણ ગોષ્ઠી સારી એમ કહેતી વેળા થોડું ચંદન અને બીજા લાકડાનો ભારો એ ઉદાહરણ અપાયું છે. અંતમાં કર્તાએ પોતાનો ઉલ્લેખ “કવિ વાચક જસ' તરીકે કર્યો છે. પ્રશ્ન - અહીં એ પ્રશ્ન ઊઠે છે કે વિજયધર્મસૂરિ તે કોણ છે ? શું વિજયદેવ કે વિજયપ્રભને બદલે વિજયધર્મ નામ લખાઈ ગયું છે ? વિજયપ્રભસૂરિસ્વાધ્યાય નામની સંસ્કૃત કૃતિ યશોવિજયે રચી છે. એ દાર્શનિક હોઈ એનો આગળ ઉપર મેં વિચાર કર્યો છે. ગૌતમ-પ્રભાતિ-સ્તવન પદ 23) - આ ચાર કડીની ‘ગૌતમ ઈન્દ્રભૂતિના ગુણગાનરૂપ હિન્દી કૃતિ છે. એમાં કહ્યું છે કે એમનું નામ જપવાથી નવ નિધિ પ્રાપ્ત થાય. વિશેષમાં અહીં કહ્યું છે કે ઘરને આંગણે સુરતરુ ફળ્યો હોય તો પછી વનમાં શા માટે ભમવું? વળી ઘરમાં જો સુંદર ગાયનું ઘી ખાવા મળતું હોય તો તેલથી કોણ જમે? એ રીતે વિચારતાં ગૌતમસ્વામીની સેવા મળે તો બીજાની શી જરૂર ? આ ૨૩મું પદ “વેલાવલ રાગમાં છે. અષ્ટપદી - આ હિન્દી કૃતિ બન્ને કડીનાં આઠ પદમાં વિભક્ત છે. એ દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org