________________
યશોદોહનઃ ખંડ-૨
પાપ
ઈ મેં નો નહીં તો હિન ગોર શું (, ૫O)
પરિમાણ - આ નવ સ્તવનોમાં અનુક્રમે ૬, ૫, ૪, ૫, ૫, ૫, ૫, ૫ અને ૫ કડી છે. આમ એકંદર ૪૫ કડી છે.
રાગ – આ નવે સ્તવનો પૈકી એકે માટે દેશીનો ઉલ્લેખ નથી, પરંતુ રાગોનો નીચે પ્રમાણે ઉલ્લેખ છે:
(૧) રામકલી (૨) કાશી (૩) ગોડી (૪) નટ (૫) મારુ (૬) પૂરવી (૭)યમનકલ્યાણ (૮) રામગ્રી અને (૯) કેદારો.
વિષય – આ સ્તવનોનો વિષય અનુક્રમે ઋષભદેવથી શરૂ કરીને સુવિધિનાથ સુધીના નવ તીર્થકરોનું ગુણોત્કીર્તન છે.
પહેલા સ્તવનમાં ઋષભદેવને આદ્ય તીર્થકર, આદ્ય નરેશ્વર અને આદ્ય યતિબ્રહ્મચારી કહ્યા છે. વિશેષમાં કર્તાએ અહીં કોઈ સાંસારિક વસ્તુનો લાભ નહિ માગતાં ચરણકમળની સેવાની યાચના કરી છે.
બીજા સ્તવનમાં એવો ઉલ્લેખ છે કે જેમ મધુકરને માલતી અને મુસાફરને ઘર ગમે છે તેમ મને તું અજિતનાથ ગમે છે, નહિ કે હરિ, હર, બ્રહ્મા કે ઈન્દ્ર આ સ્તવનમાં ભરત, ઐરાવત અને વિદેહક્ષેત્રનો ઉલ્લેખ છે.
ત્રીજા સ્તવનમાં સંભવનાથના દર્શનથી કર્તાને થયેલા લાભોનો કર્તાએ નિર્દેશ કર્યો છે. એમાં “નવનિધિનો ઉલ્લેખ છે.
જેવી ભક્તિ તેવી કરુણા એ વાત સૂચવતી વેળા કર્તાએ સફેદ શંખમાં દૂધ ભળ્યું એમ કહ્યું છે. વિશેષમાં અહીં સમ્યકત્વનો રત્ન તરીકે ઉલ્લેખ છે.
ચોથું સ્તવન કાવ્યરસિકોને આનંદદાયક છે. એમાં અભિનન્દન જિનનાં નેત્રને અપ્રતિમ કહ્યાં છે. એ નેત્રની શોભાથી કમળ જિતાતાં જળમાં રહે છે, હરણ હારી જતાં વનમાંથી ગગનમાં ચન્દ્રને શરણે ગયું છે સ્વાભાવિક અને મનોરમ ખંજન જોઈ અંજન પક્ષીનો સર્વ ગળી ગયો છે, ચકોરની શોભા છિનવી લેવાઈ છે. દુઃખનો માર્યો અગ્નિ ભક્ષ્ય કરે છે અને મત્સ્યનો ચંચળતારૂપ ગુણ લેવાયો છે. એ પ્રભુના નેત્રની કીકી ભ્રમર જેવી કાળી છે. જેમ હાથી મેદના જળમાં ઘૂમે તેમ એમનાં નેત્ર સમતારસમાં ઘૂમે છે.
સન્તુલન – આ વર્ણન કવિ પ્રેમાનન્દ વિ. સં. ૧૭૭૬માં રચેલા નળાખ્યાનમાં અપાયેલાં નળ અને દમયન્તીનાં વર્ણનોનું સ્મરણ કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org