________________
૪૮
ભક્તિસાહિત્ય પ્રશ્ન – કર્તાએ જે ઉન્નતપુરસ્તવન રચ્યનું વિદ્વદ્વલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીએ ન્યા. ય. સ્મૃમાંના આમુખ પૃ. ૧૨)માં કહ્યું છે તે જ આ સ્તવન છે?
નેમિનાથનું સ્તવન – આ ચાર પંક્તિની પાંચ કડીમાં ગુજરાતીમાં રચાયેલું સ્તવન છે. એમાં નેમિનાથને સુરમણિ અને સાકર કહ્યા છે. જ્યારે અન્ય દેવને કાચ અને લવણ કહ્યા છે. જેમ ભ્રમર કમળને, શંકર ગંગાને, ચકોર ચન્દ્રને અને મોર મેઘને ચાહે છે તેમ હું તને – નેમિનાથને ચાહું છું એમ કર્તાએ કહ્યું છે અને એ દ્વારા એમણે પ્રીતિનાં કેટલાંક ઉદાહરણ રજૂ કર્યા છે. કર્તાએ નેમિનાથને દાતા, ત્રાતા, ભ્રાતા, માતા અને તાત કહ્યા છે.
પાર્શ્વનાથનું સ્તવન – આ સ્તવન ધમાલ રાગમાં પચ્ચીસ કડીમાં હિન્દી મિશ્રિત ગુજરાતીમાં રચાયેલું છે. આમાં કહ્યું છે કે કેસર અને ચંદન વડે પ્રભુની પૂજા કરવી અને ત્યાર પછી નિમ્નલિખિત નામવાળાં પુષ્પો પ્રભુને ચડાવવાં:
કુન્દ મોગરો), કેતકી(કેવડો), ચંપક(ચંપો), જાઈ, જુઈ, દમણી, પિયંગ અને મચકુંદ, મનોહર આંગી રચવી, અલંકારો ધારણ કરવા અને દ્રવ્યસ્તવની વિધિ પૂર્ણ કરવી અને પછી ભાવ-સ્તવ કરવો એમ અહીં કહ્યું છે.
મનને વન, ભક્તિને મયૂરી (ઢેલ) અને પાપને સર્પ કહ્યાં છે. વિશેષમાં પ્રભુની આજ્ઞાને કલ્પવેલી, મનને નંદનવન અને કુમતિ તથા કદાગ્રહને કાંટાનું વૃક્ષ કહ્યાં છે. ૧૮00 શીલાંગરથનાં બે ચક્ર તરીકે પ્રભુની ભક્તિનો રાગ અને એની આજ્ઞાના આરાધનનો ઉલ્લેખ છે.
અપરિણીત કન્યા પતિના સંયોગનું સુખ ન જાણે એમ કહી અનુભવનું મહત્ત્વ દર્શાવાયું છે. નિશ્ચય-નયનો નિર્દેશ તેરમી કડીમાં છે. હંસ ક્ષીર અને નીર જુદા પાડે અને કસ્તૂરી માટે મૂઢ (કસ્તુરી મૃગ) બહાર ફરે એ બે ઉદાહરણ અપાયાં છે.
પ્રભુની સિદ્ધ તરીકેની દશા વર્ણવાઈ છે. એને માતા, ત્રાતા, ભ્રાતા, પિતા, બંધુ અને મિત્ર કહ્યાં છે. આવી હકીકત નેમિનાથનું સ્તવનમાં પણ જોવાય છે.
૧. સરખાવો ઋષભદેવનું સ્તવન પૃ. ૪૬) ૨. સરખાવો કલ્યાણ મન્દિર સ્તોત્ર (શ્લો. ૮) તેમજ સુપાર્શ્વનાથનું સ્તવન. ૩. આ હકીકત હરિભદ્રસૂરિએ એક કૃતિમાં દર્શાવી છે. યશોવિજયે આ વાત સિદ્ધજિનનાં
સહસ્ત્રનામમાં કહી છે. ૪. આ ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૮૯-૯૧)માં છપાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org