________________
પ્રકીર્ણક બાબતો હેમરાજ પાંડે, હરરાજ (શ્રાવક), દેવરાજ (શ્રાવક), સૂરજી અને એના પુત્ર શાન્તિદાસ, માણેક (શ્રાવિકા), શાન્તિદાસ શેઠ, વિજયતિલકસૂરિજી (સ્વર્ગવાસ વિ. સં. ૧૬૭૬) અને ધર્મસાગરજી એ જૈન વ્યક્તિઓ છે. ભારત વર્ષની સમકાલીન અજૈન મુખ્ય વ્યક્તિઓ તરીકે હું નિમ્નલિખિત ગણાવું છું
ગુરુ ગોવિન્દસિંહ ગોપાલ, તુકારામ “અભંગના પ્રણેતા), તુલસીદાસ (તુલસી-રામાયણના કર્તા), તેગબહાદુર શીખોના ગુરુ), પ્રેમાનંદ (કવિ), રામદાસ (શિવાજીના ગુર) અને સરસ્વતી.
“હેમરાજ પાંડે (લ. વિ. સં. ૧૬૭૫થી લ. વિ. સં. ૧૭૨૫) – આ દિગમ્બર પંડિતની પત્નીનું નામ ઉપગીતા અને એમની પુત્રીનું નામ જેની હતાં. જૈનીને એના પિતાએ ભણાવી વિદુષી બનાવી હતી. એનાં લગ્ન આગ્રાના રહીશ બુલાખીદાસના પુત્ર નંદલાલ સાથે કરાયાં હતાં. એ નંદલાલે પોતાની પત્નીની પ્રશંસા કરી છે.
રૂપચંદ એ હેમરાજ પાંડેના ગુરુ થાય. એ હેમરાજે નિમ્નલિખિત કૃતિઓ રચી છે.
ગોમટસાર અને નયચક્રની વચનિકા વિ. સં. ૧૭૨૪, પંચત્યિકાય અને પવયણસારની હિન્દી ટીકા વિ. સં. ૧૭૦૯ પછી, ભાષાભક્તામર, સિતપટ ચૌરાસી બોલ.
હેમરાજ પાંડેનો સમય લ. વિ. સં. ૧૬ ૭પથી લ. વિ. સં. ૧૭૨૫નો છે.
ગદાધર મહારાજ- આં યશોવિજયગણિના લહિયાનું નામ છે. એવું અનુમાન એ ગણિના એક કાગળમાંના નિમ્નલિખિત ઉલ્લેખ ઉપરથી હું દોરું છું:
“હવે તે યુગતિ જાણ્યારી ઈચ્છા છઈ સા ગદાધર મહારાજ હસ્તે અધ્યાત્મમત પરીક્ષારો બાલાવબોધ લિખાવી આપસ્યા તેથી સર્વ પ્રાયો.”
આ ગદાધર મહારાજ બ્રાહ્મણ હશે એમ લાગે છે. એ લહિયા વિષે વિશેષ માહિતી મને મળી શકી નથી.
૧-૨. જુઓ બીજો કાગળ ૩. જુઓ અષ્ટસહસીવિવરણ પરિચ્છેદ ૩) ૪. જુઓ , પરિચ્છેદ ૩) ૫. એમનો પરિચય શ્રીકામાપ્રસાદ જૈને “હિન્દી જૈન સાહિત્યકા સંક્ષિપ્ત ઇતિહાસ(પૃ.
૧૩૧ અને ૧૭૦-૧૭૧)માં આપ્યો છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org