________________
પ્રકરણ ૪
સત્કાર અને સ્વર્ગવાસ
અમદાવાદમાં આગમન આગ્રાથી વિહાર કરી માર્ગમાં દુર્દમવાદીઓને વાદમાં જીતતાં જીતતાં યશોવિજયજી ‘અમદાવાદ' આવ્યા. એ વેળા એમનો વાજતેગાજતે સત્કાર કરાયો અને એઓ નગરની રતનપોળને નાકે આવેલી “નાગપુરીય સરાહ”માં ઊતર્યા.
મહોબતખાનનું આમંત્રણ અને અઢાર અવધાન – જોતજોતામાં યશોવિજયજી ગણિની વિદ્વત્તાની વાત પસરતી પસરતી ઔરંગઝેબના ગુજરાતના સૂબા મહોબતખાનને કાને પહોંચી અને એમણે આ ગણિજીને આમંત્રણ આપ્યું. પછી એ ગણિએ એ સૂબાની વિનંતીથી ૧૮ અવધાન કરી બતાવ્યાં. સૂબો રાજી થઈ ગયો અને ઠાઠમાઠપૂર્વક એ ગણિ પોતાના સ્થાને પાછા ફર્યા. જિનશાસનની ઉન્નતિ થઈ અને ‘તપા’ગચ્છની તારીફ કરાઈ.
વિ. સં. ૧૯૧૮માં ‘વાચક' પદવી – સકળ સંઘે વિજયદેવસૂરિજીને વિજ્ઞપ્તિ કરી કે આ યશોવિજયજી બહુશ્રુત છે. એઓશ્રી ઉપાધ્યાય' પદને લાયક છે. માટે એમને એ પદવી આપો. વિજ્યદેવસૂરિજીને ગળે એ વાત ઊતરી. એવામાં યશોવિજયજીએ (વીસ) સ્થાનકનું તપ આદર્યું અને સંયમને નિર્મળ બનાવ્યો. એ વેળા જયસોમ વગેરે પંડિત મુનિઓ એમની સેવા કરવા લાગ્યા. યશોવિજયજીએ આદરેલા તપની પૂર્ણાહુતિ થતાં જાણે એ તપનું ફ્ળ જ ન હોય, તેમ વિજયદેવસૂરિજીએ વિ.સં. ૧૭૧૮માં એમને ‘વાચક’ અર્થાત્ ઉપાધ્યાયની પદવી આપી.'
માફીપત્ર – પ્રવર્તક’ શ્રી કાન્તિવિજયજી પાસે ચારથી પાંચ ઇંચ લાંબા-પહોળા કાગળ ઉપર વિ. સં. ૧૭૧૭માં લખાયેલું માફીપત્ર છે એમ સ્વ. મોહનલાલ દ.
૧, અત્યારે એને નાગોરી સરાઇ” તરીકે ઓળખાવાય છે. સરાઇનો અર્થ ધર્મશાળા થાય છે. આ સ્થાન અતિ મહત્ત્વનું હોવાથી યશોવિજયજીના સ્મારકરૂપ હોવાથી જૈન સંઘે પોતાની માલિકીનું એ બનાવવું ઘટે.
૨. જુઓ સુ. વે. (૩, ૧-૪)
૩. એજન (૩, ૫-૮)
૪. એજન. (૩, ૯-૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org