________________
વિશિષ્ટ અભ્યાસ
દર્શનનો પ્રભાવ વિસ્તાર્યો હતો. દ્ર. અ. વિ. (ઢાલ ૧૭, કડી ૯)માં યશોવિજયજી ગણિએ જાતે એ મતલબનું કહ્યું છે કે સ્વસમયના તેમજ પરસમયના અભ્યાસાર્થે, બહુ ઉપાય કરીને જે ગુરુએ (નયવિજયે) સ્વશિષ્યને કાશીમાં મૂક્યા. અહીં સ્વશિષ્યથી એમણે પોતાને વિષે ઉલ્લેખ કર્યો છે, આ રાસ ઉપરના સ્વોપજ્ઞ ટબ્બા (મૃ. ૧૭)માં એમણે કહ્યું છે કે “પરસમય એટલે વેદાંત, તર્ક, પ્રમુખ” વિશેષમાં અહીં એમણે એમ પણ કહ્યું છે કે – ઉપર્યુક્ત ઢાલની દસમી કડીમાં કહ્યું છે કે ગુરુના પ્રસાદથી સહજમાં (૨) ચિન્તામણિ પામ્યો. સ્વપજ્ઞ ટબ્બા મૃ. ૧૭૮)માં ચિન્તામણિ શિરોમણિ નામે મહાન્યાય શાસ્ત્ર એવો ઉલ્લેખ છે. “તિહાં ન્યાય વિશારદ એહવું બિરુદ પામ્યો.”
શારદા દેવીનું વરદાન - ગંગા નદીના કિનારે જાપ જપવાથી યશોવિજયજી ગણિ ઉપર શારદા દેવી તુષ્ટ થઈ અને એ દેવીએ એમને તર્ક અને કાવ્યને લગતું વરદાન આપ્યું અને એમની ભાષા પણ કલ્પવૃક્ષની શાખા સમાન બની, એમ આ ગણિએ જાતે વિ. સં. ૧૭૩૯માં રચેલા જંબૂસ્વામીના રાસની આદ્ય પંક્તિઓમાં કહ્યું છે. એ પંક્તિઓ નીચે મુજબ છે:
શારદ સાર દયા કરો, આપો વચન સુરંગ, તું તૂઠી મુજ ઉપરે, જાપ કરંત ઉપગંગ. – ૧ તર્ક કાવ્યનો તે તદા, દીધો વર અભિરામ, ભાષા પણ કરી કલ્પતરુ, શાખા સમ પરિણામ.... ૨
યશોવિજયજીએ ઐકારનો જાપ જપ્યો હતો. તે વાતનો તેમજ ઉપર્યુક્ત હકીકતને સમર્પિત કરતો ઉલ્લેખ મહાવીર સ્તુતિ (શ્લો. ૧)માં જોવાય છે.
સરસ્વતીની ઉપાસનાથી પોતાની વાણી ફારતર બની એમ આ ગણિએ અઝપ્પમયપરિક્તની સ્વોપજ્ઞ વૃત્તિની પ્રશસ્તિ શ્લો. ૧૩)માં કહ્યું છે.
આ ઉપરથી એ વાત ચોક્કસ થાય છે કે “ગંગા નદીના કિનારે (કાશીમાં) યશોવિજયજી ગણિએ સરસ્વતી દેવીની ઐકારના જાપ દ્વારા ઉપાસના કરી હતી.
૧. સ્વસમય એટલે જૈનદર્શન. શું આ દર્શનનો યથેષ્ટ અને વિશિષ્ટ અભ્યાસ કરાવનાર કોઈ
જૈન મુનિવર એ સમયમાં નહિ હશે કે એવાની પાસે અભ્યાસ કરવાની અનુકૂળતા યશોવિજયજીને મળે તેમ નહિ હશે? જેથી જૈનદર્શનનો ઉચ્ચ કોટિનો અભ્યાસ કાશીના
એક અજૈન પંડિત પાસે એમને કરવો પડ્યો? ૨. આનો કેટલોક પરિચય મેં “ચિન્તામણિ અને યશોવિજય ગણિ” નામના મારા લેખમાં
આપ્યો છે. આ લેખ અત્યારે તો અપ્રકાશિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org