SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરિરાજની ગોદમાં, નજરે નિહાળતાં, મનને હરી લેતાં શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન-સમવસરણ મહામંદિરની આછેરી ઝલક જગતના તમામ ધર્મોમાં જૈન ધર્મની એક મહત્તા એનાં ભવ્ય, અલૌકિક અને અધ્યાત્મભાવનાથી ભરપૂર તીર્થો છે. આ તીર્થો ભક્તની ભક્તિ, શ્રેષ્ઠીની દાનવીરતા, સાધકની ઉપાસના અને સાધુજનોની સમતાનો સંદેશ આપીને સંસારસમુદ્ર તરવા માટે જિનભક્તિનો ઉપદેશ આપે છે. સમગ્ર દેશમાં જ નહિ બલ્ક વિદેશોમાં અનેક જિનાલયો આવેલાં છે, પરંતુ આ બધાં જિનાલયની યાત્રા કરીને પોતાની ભક્તિભાવનાને ધન્ય કરવાની પણ સહુને સાંપડતી નથી. ક્યારેક શારીરિક કે આર્થિક શક્તિ ન હોય, તો ક્યારેક સમય કે સગવડનો અભાવ હોય, આથી જ પાલિતાણામાં આવેલા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિરમાં એક સાથે અનેક તીર્થોનાં દર્શન અને ભાવપૂજનનો લાભ મળે છે. જાણે તીર્થોનું સંગમસ્થાન જ જોઈ લો ! ગિરિવર દર્શન વિરલા પાવે આ સંગમસ્થાન તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજ ચડતાં જ જમણી બાજુ આવેલું છે. દેશ અને વિદેશના ખૂણે ખૂણેથી પ્રત્યેક જૈન તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરવાની સદૈવ ઝંખના રાખતો હોય છે. આથી જ શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન પાલિતાણામાં નિર્માણ કરવામાં આવ્યું, જેથી સિદ્ધગિરિની યાત્રાએ આવનાર યાત્રાળુને અનોખો તીર્થદર્શન, વંદન અને પૂજનનો ધર્મમય સુયોગ સાંપડે છે. નિમિત્ત માત્રમ્ આની રચનાનું નિમિત્ત સુરત દેસાઈ પોળના શ્રી સુવિધિનાથ જિનમંદિરમાં શ્રી દેસાઈ પોળ પેઢીના સંસ્થાપક ધર્મનિષ્ઠ ડાહ્યાભાઈ (કીકાભાઈ) રતનચંદ કિનારીવાળાએ તૈયાર કરાવેલ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન બન્યું. અહીં પ્રાચીન તીર્થોના મૂળનાયકજીના ૩૬ x 30 ઈંચની સાઇઝનાં ચિત્રો દીવાલ પર બિરાજમાન કરવામાં આવ્યાં. પરમપૂજ્ય ધર્મરાજા આચાર્ય દેવ શ્રી વિજયકરસૂરીશ્વરજી મહારાજ તથા ૫. પૂ. પંન્યાસજી (હાલ આચાર્ય મ. સા.) શ્રી ચંદ્રોદયવિજયજીગણિ મહારાજની નિશ્રામાં વિ.સં. ૨૦૨૪ના કારતક વદ-૨ ના રોજ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ ડાહ્યાભાઈએ ૧૦૮ તીર્થોનો એક પટ્ટ બહાર પાડ્યો. પછી પોતાના દીક્ષા ગ્રહણના દિવસે જ વિ.સં. ૨૦૨૬ પોષ સુદ ૧૧ના ૧૦૮ તીર્થ દર્શનાવલી નામક એક આલબમ પ્રકાશિત કર્યું. જેમાં ૧૦૮ તીર્થના મૂળનાયકજી, દેરાસર અને તેમનો ઇતિહાસ લેવામાં આવ્યો. લોકઆદર પામેલ આનું નિમિત્ત જોઈને વિ.સં. ૨૦૧૮માં સુરેન્દ્રનગરમાં શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો. પૂજ્ય ધર્મરાજા ગુરુદેવશ્રીની ફુરણા થાય છે સાકાર શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન અને શ્રી સમવસરણ મહામંદિર, સરસ્વતી મંદિરની બાજુમાં (બાબુના દેરાસરની સામે) વીસહજાર વાર ૪૦૦ x૪૫૦ ફૂટ લંબાઈ-પહોળાઈવાળી વિશાળ જમીન પર તૈયાર કરવામાં આવ્યું છે. ૨૫૦૦ વર્ષ પહેલાં તીર્થંકર પરમાત્મા શ્રીમહાવીર સ્વામી જેમાં બિરાજમાન હશે, એ સમવસરણ કેવું હશે ? જિનાગમો, સમવસરણસ્તવ આદિ પ્રાચીનસ્તવો, સ્તવનોમાં અને અન્યત્ર પણ સમવસરણ સંબંધી ઉલ્લેખ મળે છે તે જ રીતે કેટલાય શિલ્પીઓએ પોતાની કલા તેમજ આગવી સૂઝથી એની રચનાનો ખ્યાલ આપ્યો છે, તો કેટલાંય ચિત્રકારોએ એનાં ચિત્ર પણ બનાવ્યાં છે. પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ પોતાના ધ્યાનમાં શ્રી સમવસરણનું ચિંતન કરતા હતા. આ સમયે ૧૦૮ જૈન તીર્થદર્શન ગોઠવવાની વિચારણા ચાલી રહી હતી. એવામાં એકાએક તેઓશ્રીને એક નૂતન વિચાર સ્ફર્યો. એમણે વિચાર્યું કે સમવસરણ પણ બનાવવું અને તેમાં ૧૦૮ તીર્થો આવી જાય તેવી રમણીય રચના કરવી. એવી સરસ ગોઠવણી કરવી કે જેથી વર્તમાન ચોવીશી, ૧૦૮ પાર્શ્વનાથજી, ૧૦૮ તીર્થપટ્ટો તથા ૧૦૮ ચિત્રપટ્ટો વગેરે બધું જ આ સંગમમાં મહાસંગમ બની રહે. .. સમવસરણની સફળતાના સુકાની પૂજ્ય ગુરુ ભગવંતો પરમપૂજય આચાર્યદેવ શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજની શિલ્પ-સ્થાપત્ય સંબંધી સૂઝના સહારા સાથેના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ પૂજ્ય તપસ્વી મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મ.સા.ની જહેમતથી આ કાર્ય સારી એવી સફળતાને પામ્યું. તેમજ આ તીર્થધામના ઉત્થાનમાં માર્ગદર્શક પૂજ્યાચાર્ય મહારાજ તથા તેઓશ્રીના ગુરુબંધુ ૫.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.પં. શ્રી અજિતચંદ્ર વિજયજી ગણિ મ.સા., પ.પૂ.પં. શ્રી વિનીતચંદ્રવિજયજી ગણિ મ.સા., પ.પૂ.પં. શ્રી હીં-કારચંદ્રવિજયજી ગણિ મ.સા., પ.પૂ.પં શ્રી પુષ્પચંદ્રવિજયજી ગણિ, પં. શ્રી સોમચંદ્ર વિ.મ., પ.પૂ. મુનિશ્રી અમરચંદ્ર વિ.મ., પ.પૂ. મુનિ કૈલાસચંદ્ર વિ.મ., પૂ. મુનિ શ્રી રાજચંદ્ર વિ.મ. આદિ ધર્મરાજાપૂજ્ય ગુરુદેવના શિષ્ય-પ્રશિષ્ય સમુદાયનો અથાક પ્રયત્ન પણ નિમિત્તરૂપ બનેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004559
Book Title108 Jain Tirth Darshanawali
Original Sutra AuthorN/A
Author108 Jain Tirth Bhavan Trust
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year1995
Total Pages252
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Tirth
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy