SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ } {{ ite : જિનરાજકું સદા મોરી વંદના તારે તે તીર્થ. ભવસાગરમાંથી પાર ઉતારે એવાં એક નહિ બલ્ક ૧૦૮ તીર્થનાં દર્શન અહીં પ્રાપ્ત થશે. તીર્થમાં બિરાજમાન નયનમનોહર અને પ્રભાવશાલી મૂળનાયક ભગવંતોના હૂબહૂ પ્રતીક રૂપે જે દર્શન થશે તેનાથી તો આરાધક પોતાને જણે જિનપ્રતિમાજી સમક્ષ ઊભો હોય કે તીર્થાધિરાજની પાવન ગોદમાં બેઠો હોય એવો ઉલ્લાસ અનુભવશે, તીર્થમાં રહેલા પરમતારક જિનેશ્વર ભગવંતનાં દર્શન કરીને એ ધન્યતા પામશે, વંદન કરીને એ આહલાદ અનુભવશે, પૂજન કરીને એ અવર્ણનીય આધ્યાત્મિક આનંદ પામશે. એનું હદય ભકિતના રંગથી એવું ઊછળતું હશે કે “ચિત્ત પ્રસન્ન રે પૂજનફળ કહ્યું રે” એ મનની મસ્તીનો ભાવ પામ્યા વિના રહેશે નહિ, વર્તમાન જિનમંદિરનાં દર્શન કરતાં અંતરમાં અનુભવાશે કે જાણે આકાશેથી દેવવિમાન ખડું થયું ન હોય ! એક અર્થમાં ભવસમુદ્રને તરવાનું એક આલંબન આ તીર્થદર્શનાવલિ પૂરું પાડે છે. સંપાદનની સુક્ષ્મપ્રજ્ઞાના પુરુષાર્થના ફળ તરીકે એક એક પૃષ્ઠ ભાવ અને ભકિતની તન્મયતાથી નીતરી રહ્યું હોય તેમ લાગે છે. સંપાદકના રોમેરોમમાં કેવી ગજબની ભકિતની છોળો ઊછળતી હશે કે જેના પરિપાક રૂપે આ ગ્રંથ સાંપડયો છે. પરંતુ સંપાદકનો આ પરિશ્રમ ત્યારે જ સાર્થક થાય કે જયારે અરિહંતનો ઉપાસક આ ગ્રંથના પૃષ્ઠ પર જે તીર્થનાં દર્શન પામ્યો છે તે તીર્થની પદયાત્રા કરીને દર્શન પામે. અહીં આલેખાયેલા ફોટાઓ તો મૂળ સુધી જવાના પ્રેરક બની રહેશે. એક એક તીર્થની યાત્રા કરીને ધારે તો સાધક જિનભક્તિ દ્વારા સ્વયં જિન બની શકે છે, એ ભાવના ધારણ કરીને આ તીર્થનાં દર્શન કરાય, એ જ અભ્યર્થના. 4*.Ahદક zK વિ. સં. ૨૦૪૬ શ્રાવણ વદ - ૧ શ્રી વાસુપૂજિનાલય શતાબ્દી દિન, સુરેન્દ્રનગર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004559
Book Title108 Jain Tirth Darshanawali
Original Sutra AuthorN/A
Author108 Jain Tirth Bhavan Trust
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year1995
Total Pages252
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Tirth
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy