SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ जंछन्नं तं न वत्तव्वं ૪૭. કાર્યોને ધૂળમાં મેળવી દે છે. એમ ન થાય એ માટે પણ વાતને અપ્રગટ રાખવાની આવશ્યકતા ઊભી થાય છે. કુટુંબમાં માલ-મિલકતની વહેંચણીની વાત કે સગાઈ–સંબંધીની કે ધંધાની લેવડદેવડની વાત પણ વહેલી બહાર પડી જવાથી બંને પક્ષને ઉશ્કેરનારા ઈર્ષાળુ માણસો પ્રવૃત્ત થઈ જાય છે. મનુષ્ય જ્યારથી વસ્ત્ર પહેરતો થયો ત્યારથી કે એની પણ પહેલાંથી એને કશુંક ગુપ્ત રાખતાં આવડવા લાગ્યું છે. મનુષ્યમાં રહેલી આ વૃત્તિ આમ જોઈએ તો જન્મજાત છે. નાના બાળકને પોતાનું રમકડું બીજાં બાળકોને ન આપવું પડે માટે સંતાડી દેવાનું શીખવવું પડતું નથી. એ એનું કુદરતી લક્ષણ છે. ગામના પાદરે કે વગડામાં કૂતરાઓ પણ ખાડો ખોદીને પોતાનું વધેલું ખાવાનું છૂપાવી દે છે. ધન કે કિંમતી વસ્તુ જમીનમાં દાટવાની પ્રથા અનાદિ કાળથી ચાલી આવી છે. શરીરની ચેષ્ટાઓ કે વચનના ઉગારોને સંતાડવા કરતાં પણ મનના વિચારોને સંતાડવાનું ક્ષેત્ર અત્યંત વિશાળ છે. કોઈ સમાજ એવો ક્યારેય હોઈ ન શકે કે જ્યારે એ સમાજની કોઈ ને કોઈ વ્યક્તિને કશુંક છુપાવવાનું ન હોય. પ્રત્યેક પ્રસંગે છુપાવવાનો આશય દુષ્ટ જ હોય એવું નથી. એકનું છુપાવેલું બીજા ન જાણી જાય એવું નથી. અજાણતાં બીજાની નજર પડે છે અને વાત પકડાઈ જાય છે. માણસના હાવભાવ કે વર્તન પણ એની ચાડી ખાય છે. ક્યારેક પોતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy