SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ અંત સુધી માણસને ખાવા તો જોઈએ છે, પહેરવાને વસ્ત્ર જોઈએ છે અને ટાઢ, તડકો કે વરસાદથી બચવા રહેઠાણ જોઈએ છે, ઉપકરણો જોઈએ છે. એટલે કે જીવનપર્યંત માણસ વિવિધ પદાર્થોનો ઉપભોગ કરતો રહે છે, તો પછી એને અભોગી કેવી રીતે કહેવાય? એનો ઉત્તર એ છે કે જીવનના અંત સુધી માણસ ખોરાક કે પાણી ન લે તો પણ હવાનો ઉપયોગ તો એને અવશ્ય કરવો જ પડશે. જીવનનું અસ્તિત્ત્વ છે ત્યાં સુધી આહા૨પાણી લેવાતાં જ રહેશે. વસ્ત્ર, વસતિ પણ રહે છે. પરંતુ જીવની એમાંથી ભોગબુદ્ધિ જ્યારે નીકળી જાય એટલે એ અભોગી થાય છે. જ્યાં સુધી ભોગબુદ્ધિસુખબુદ્ધિ છે, રાગ છે, આસક્તિ છે, ગમવા-ન ગમવાના અને અનુકૂળતા-પ્રતિકૂળતાના ભાવો છે, કર્તૃત્વ અને ભોકતૃત્વની વૃત્તિ છે ત્યાં સુધી જીવ ભોગી છે. ભોગપદાર્થો સાથેનું એનું ભાવાત્મક અનુસંધાન જ્યારે સદંત૨ નીકળી જાય છે ત્યારે તે અભોગી બને છે. ઊંડી સંયમસાધના વગર આવું અભોગીપણું આવતું નથી અને આવે તો બહુ ટકતું નથી. દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છેઃ वत्थगंधमलंकारं इत्थीओ सयंणाणि य । ૨૩૨ अच्छंदा जे न भुंजंति न से चाइ ति वुच्चइ || 'મુખ્વજ્ઞ।। [વસ્ત્ર, સુગંધી મનગમતા પદાર્થો, ઘરેણાં, સ્ત્રીઓ, પલંગઆસન વગેરે જે પોતાને પ્રાપ્ત નથી અને તેથી માણસ ભોગવતો નથી, તેથી તે ત્યાગી ન કહેવાય.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy