________________
णाइवेलं वएज्जा
૧ ૧
બોલવું એ પણ કેટલાક વક્તાને માટે ક્ષોભ પમાડે એવી વાત છે. બે-પાંચ મિનિટ મોઢેથી બોલતાં પણ કેટલાકના પગ ધ્રુજે છે. કેટલાકને થોડા અભ્યાસ પછી પાંચદસ મિનિટ પ્રાસંગિક બોલવાનું ફાવી જાય છે, પણ એક કલાક કોઈક ગંભીર વિષમ ઉપર બોલવા જેટલી શક્તિ તેમનામાં હોતી નથી. ચીવટપૂર્વકના મહાવરાથી બધું જ સિદ્ધ થઈ શકે છે. પરંતુ વસ્તૃત્વશક્તિ ખીલ્યા પછીથી કેટલાક વ્યાખ્યાતાઓને એવો ભ્રમ થાય છે કે જેમ વધારે લાંબું બોલાય તેમ પોતાની શક્તિનાં વખાણ થાય. ગઈ પેઢીના એક સાક્ષર જ્યારે પણ કોઈ વિષય બોલે ત્યારે વચમાં એકાદ વાક્ય તો એવું આવે જ કે “આ વિષય ઉપર હું ધારું તો છ મહિના સુધી રોજ વ્યાખ્યાન આપી શકું.' પોતાની વ્યાખ્યાનશક્તિનું માપ પોતે કેટલો સમય બોલી શકે છે તેના ઉપરથી તેઓ કાઢતા. પરંતુ અનુભવે જણાયું હતું કે એકની એક વાત વિષયાંતરો સાથે દોહરાવ્યા સિવાય તેમની પાસે વિષયનું ઊંડાણ એટલું નહોતું, બલકે એ વિષય ઉપર એક કલાકનું સઘન વ્યાખ્યાન આપવા જેટલી સામગ્રી પણ તેમની પાસે નહોતી.
એક વખત વક્નત્વશક્તિ ખીલ્યા પછી ઘણા લાંબા સમય સુધી બોલવું એ કંઈ અઘરી વાત નથી. પરંતુ ઓછા સમયમાં સારું ને મુદ્દાસર કેમ બોલવું તેનું મહત્ત્વ વધારે છે. આપણે ત્યાં સામાન્ય જનતા સમયના માપ પ્રમાણે વક્તાનું માપ કાઢે છે અને વધુ સમય બોલનાર તે વધુ મોટા વક્તા એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org