________________
૧૪૦
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
છૂટા પડતાં પહેલાં મારે તમને એક સરસ જાદુ બતાવવો છે.' સૌ આતુર થઈ જોવા લાગ્યા. પછી તેમણે આઇસ્ક્રીમની એક ચમચી મંગાવી. પોતાના હાથમાં રાખીને તે બધાંને બતાવી. પછી તેમણે કહ્યું, “હવે જુઓ આ ચમચી હું મારા બૂટમાં સંતાડું છું.” એમ કહી બધાંના દેખતાં તેમણે ચમચી પોતાના જમણા પગના બૂટમાં સંતાડી દીધી. પછી તેમણે કહ્યું, “હવે આ ચમચી થોડી ક્ષણમાં જ મારા એક મિત્રના બૂટમાં જતી રહેશે.” એમ કહી થોડીક ક્ષણ પછી એમણે પેલી ચમચી ચોરનાર મહેમાન તરફ આંગળી ચીંધી. સૌએ એ તરફ નજર કરી, સૌના આશ્ચર્ય વચ્ચે બૂટમાંથી ચમચી નીકળી. બધા ચકિત થઈ ગયા. એ મહેમાનની આબરૂ બચી. એને એક પાઠ શીખવા મળ્યો. પેલા ચતુર મહેમાનને જાદુની ફી તરીકે ચાંદીની ચમચી મળી.
જગતમાં પ્રાચીન ચીજવસ્તુઓનો સંગ્રહ કરનારાઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. એવા કેટલાક સંગ્રહખોરો પોતાનો શોખ સંતોષવા માટે સંગ્રહ કરતા હોય છે, તો કેટલાક સંગ્રહકારો વ્યાવસાયિક રીતે પ્રાચીન ચીજવસ્તુઓની લે-વેચ કરનારા હોય છે. સંગ્રહકારો ક્યારેક પ્રાચીન ચીજવસ્તુઓની જાતે ચોરી કરતા હોય છે અથવા બીજાઓ પાસે ચોરી કરાવતા હોય છે. દુનિયાભરના દેશોમાં ધર્મના ક્ષેત્રે પ્રાચીન ચીજવસ્તુઓની જાળવણી, પવિત્રતાની ભાવનાને કારણે વધુ થતી આવી છે. હિંદુ, જૈન, બૌદ્ધ મંદિરોની પ્રાચીન પ્રતિમાઓ, ચિત્રો, હસ્તપ્રતો વગેરેની ચોરી અને દાણચોરીની પ્રવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org