SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ વખતોવખત વિસર્જન કરતો રહે તો કલેશ-કંકાસનાં નિમિત્તો ઓછાં થાય, વાતાવરણમાં પ્રસન્નતા રહ્યા કરે અને પોતાની સામાજિક કર્તવ્યબુદ્ધિ અને અંગત ધર્મદ્રષ્ટિ ખીલતી રહે. મનુષ્યની પરિગ્રહવૃત્તિનો કોઈ અંત નથી. જેટલી સારી નવી વસ્તુઓ જોવા મળે તે બધી જ લેવાનું માણસને મન થાય છે, પછી તેનો ઉપયોગ કરવા માટે પોતાની પાસે કુરસદ હોય કે ન હોય. સમૃદ્ધ લોકોના ઘરમાંથી પ્રતિવર્ષે કેટલીયે નવી ખરીદેલી વસ્તુ વપરાયા વગર જૂની થઈ જવાને કારણે કાઢી નખાય છે. કેટલીક એવી વસ્તુઓ તો સીધી કચરામાં જાય છે. છેલ્લા ત્રણ-ચાર દાયકામાં સમસ્ત જગતમાં ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘણું જ વધી ગયું છે. તેથી માણસની પરિગ્રહવૃત્તિ વધતી ગઈ છે. રેડિયો, ટી.વી. કેમેરા, વિડિયો, ટેપરેકોર્ડર, ઘડિયાલ, ટેલિફોન, કેલક્યુલેટર, કોમ્યુટર, ટાઇપરાઇટર, રેફ્રિજરેટર, એરકન્ડિશનર, મોટરકાર વગેરે પ્રકારનાં આધુનિક સાધનો બનાવતી કંપની વચ્ચે જે સ્પર્ધા ચાલી રહી છે તેને કારણે તથા એવી કંપનીઓની જે વેપારીનીતિ છે તેને લીધે પ્રતિવર્ષ તેઓ નવા નવા મોડલોનું ઉત્પાદન કરતી રહી છે. એથી જૂનાં મોડેલોના સ્પેરપાર્ટ્સ જાણીજોઇને ન આપવા કે જેથી વસ્તુઓ વપરાશમાં ઝાઝો વખત ચાલે નહિ. કોઈ એક વસ્તુ પાંચ-દશ વર્ષ સારી રીતે ચાલે તો ઘણું થયું. પછી એ ફેંકી દેવાની રહે. “વાપરીને ફેંકી દો' એ પ્રકારની વેપારી નીતિ દુનિયાની ઘણી કંપનીઓની થઈ ગઈ છે. એના કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy