________________
अन्ने हरंति तं वित्तं
૧૧૧
કોમ્યુટરની મદદ વડે થોડીક ક્ષણોમાં હજારો માઈલ દૂરના ખાતામાં જમા થઈને બેસી જાય છે. એટલે બીજાનું ધન પચાવી પાડવાનાં કાવતરાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સુધી પહોંચી ગયાં
લક્ષ્મીદેવીની જેમ જેમ હેરફેર અનેકગણી વધતી ગઈ છે તેમ તેમ એના અપહરણના કિસ્સા વધવા લાગ્યા છે. અપહરણના કેટલાયે કિસ્સાઓમાં તો એનાં પગેરાં પણ મળતાં નથી. લક્ષ્મીદેવીને સંતાડવામાં સ્વિન્ઝરલેન્ડનો ઘણો મોટો ફાળો છે. સ્વિટ્ઝરલેન્ડ જેવા નાના તટસ્થ દેશની મોટામાં મોટી ખોટી આવક તે લક્ષ્મીદેવીને સંતાડવાની છે. એને સંતાડવા માટે એ દેશ વ્યાજ નથી આપતો, પણ ભાડું માગે છે. એની મોટી આવક તો નધણિયાતાં ખાતાઓની છે. લક્ષ્મીદેવીને સ્વિઝરલેન્ડમાં સંતાડ્યા પછી એને સંતાડનારો ગુજરી ગયો હોય અને એનાં છૂપાં ખાતાં કે ખાતાંઓની કોઈને ખબર જ ન હોય એવું બન્યા કરે છે. એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા વગેરે અર્ધવિકસિત દેશોના તથા સમૃદ્ધ દેશોનાં અનેક રાજકીય પુરુષો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, નટનટીઓ, સરકારી કર્મચારીઓ વગેરેનાં ખાતાં સ્વિન્ઝરલેન્ડની બેંકોમાં તથા અન્ય નાના નાના ટાપુઓના દેશોની બેંકોમાં છે.
વિજ્ઞહરણના કિસ્સા બીજી રીતે પણ બનતા હોય છે. માણસે ધન સ્વેચ્છાએ બીજાને ઉધાર આપ્યું હોય, વ્યાજે મૂક્યું હોય, ધંધામાં રોક્યું હોય, પરંતુ તે લેનારની દાનત બગડે, તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org