________________
40.
આભામંડળ : જૈન દર્શન તથા પ્રાયોગિક સંશ
બીજાને મળતા હોય તો લોલકની ગતિ સંવાદી બને છે અર્થાત્ ઘ” કાંટાની દિશામાં (clockwise) ગતિ કરે છે અને એ કિરણો જો એક મળતા ન હોય તો લોલકની ગતિ વિસંવાદી અર્થાત્ ઘડિયાળના કાંટાની દિશામાં (anticlockwise) ગતિ કરે છે.
આમાં લોલકમાં વપરાયેલ પદાર્થના કિરણો ગ્રહણ કરવાની શક્તિ પણ અગત્યનો ભાગ ભજવે છે, તે રીતે લોલકની લંબાઈ વગેરે ઘણાં પરિબળો આમાં અસર કરે છે.
(1) ડાઉઝર મનુષ્ય શારીરિક કે માનસિક રીતે થાકી ગયો હોય ત્યારે તેણે ડાઉઝીંગ કરવું ન જોઈએ કારણ કે ડાઉઝીંગ કરતી વખતે તેનું મગજ અને મન શાંત અને સ્વચ્છ હોવું જરૂરી છે.
(2) ડાઉઝર જો લોલક જમણા હાથમાં રાખતો હોય તો તેણે પશ્ચિમ દિશામાં મુખ રાખી ડાઉઝીંગ કરવું અને ડાબા હાથમાં રાખતો હોય તો પૂર્વ દિશા સન્મુખ બેસવું જોઈએ.”
(3) ખાસ કરીને લોહચુંબક દ્વારા ડાઉઝીંગ કરનારના પગ જમીનને અડકવા જોઈએ અને બે પગ એકબીજાને અડકવા ન જોઈએ તથા બે પગની આંટી મારવી ન જોઈએ કારણ કે કોઈપણ મનુષ્યના ડાબા અને જમણા બંન્ને પગમાં ભિન્ન ભિન્ન ધ્રુવ હોય છે. “
(4) ડાઉઝરે ફક્ત અંગૂઠા અને પ્રથમ આંગળી વડે જ લોલક પકડવું, ક્યારેય બે આંગળીથી લોલક પકડવું નહિ અને બીજી કોઈપણ આંગળી લોલક, અંગૂઠા કે પ્રથમ આંગળીને અડકવી ન જોઈએ.'
(5) ડાઉઝીંગ કરતા પહેલાં ડાઉઝરે હાથ પગ, મોં ખાસ ધોઈ લેવા.6
(6) સૂર્ય અને ચંદ્ર સાથે સંબંધિત દિવસોએ ડાઉઝીંગ કરવું નહિ અર્થાત્ દરેક પખવાડિયામાં પહેલા, આઠમા, ચૌદમા અને પંદરમા દિવસે ડાઉઝીંગ કરવું નહિ.? (7) સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ડાઉઝીંગ કરવું નહિ.
ઉપર જણાવેલ નિયમોમાં પણ વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે. આ બધી જ , વસ્તુઓ ડાઉઝર મનુષ્યના વીજ-ચુંબકીય ક્ષેત્રને અસર કરે છે.
ટૂંકમાં, ડાઉઝીંગનો આધાર પણ આભામંડળ અર્થાત્ વેશ્યા ઉપર છે. આ આભામંડળને તેજસ્વી અને શક્તિશાળી બનાવવા માટેના ઘણા ઉપાયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org