________________
-
39
3. આભામંડળ અને શાના
રોગોના નિદાન માટેની અન્ય એક પદ્ધતિ ડાઉઝીંગ (dowsing) છે. સામાન્ય રીતે ડાઉઝીંગનો ઉપયોગ ભૂગર્ભ પાણી, તેલ તથા ખનિજ દ્રવ્યો શોધી કાઢવા માટે થાય છે, પરંતુ આ જ પદ્ધતિ જ્યારે રોગોના નિદાન માટે વપરાય છે ત્યારે સામાન્ય રીતે તેને ડિવાઈનીંગ (divining) કહેવામાં આવે છે. આને ઈંગ્લેન્ડમાં રેડીએસ્થેસિયા (radiesthesia) અને અમેરિકામાં રેડિયોનિક્સ (radionics) કહેવામાં આવે છે અને તે લોલક(pendulum)ની મદદથી કરવામાં આવે છે. જ્યારે ડાઉઝીંગ (dowsing) માટે લોલક સિવાય બે પાંખિયાવાળી લાકડી પણ ચાલી શકે છે. ડાઉઝીંગ કરનાર વ્યક્તિ માટે કેટલાક નિયમો હોય છે. એ સિવાય અમુક સમય ડાઉઝીંગ માટે નિષિદ્ધ હોય છે, એ વાત આગળ જણાવવામાં આવશે. અત્યારે તો ડાઉઝીંગની પ્રક્રિયાનું વૈજ્ઞાનિક નિરૂપણ કરવાનું છે.
આગળ બતાવ્યું તેમ સજીવ કે નિર્જીવ કોઈપણ પદાર્થને તેનું પોતાનું વિજ-ચુંબકીય ક્ષેત્ર હોય છે અને તેમાંથી ચોક્કસ કંપસંખ્યાવાળા કિરણો ઉત્સર્જિત થતા રહે છે કારણ કે કોઈપણ પદાર્થ પુદ્ગલ પરમાણુઓથી નિષ્પન્ન છે તેથી તેમાં ઇલેકટ્રોન, પ્રોટૉન વગેરે સૂક્ષ્મ કણો હોય છે. આ જ કણો સૂક્ષ્મ કિરણો રૂપે ઉત્સર્જિત થતા હોય છે. અલબત્ત, આ કિરણોની તીવ્રતા ખૂબ જ ઓછી હોવાથી પ્રાયઃ કોઈપણ ઇલેક્ટ્રોનિક સાધન વડે નોંધી શકાતા નથી. હા, કદાચ કોઈક એવું સૂક્ષ્મ સંવેદના ધરાવતું સૂક્ષ્મગ્રાહી સાધન હોય તો નોંધી પણ શકાય.
તો બીજી બાજુ ડાઉઝીંગ કરનાર વ્યક્તિ (ડાઉઝ૨) પોતે પણ એક ખૂબ તીવ્રતા ધરાવતા જૈવિક વીજ-ચુંબકીય ક્ષેત્રયુક્ત તથા શક્તિસંપન્ન વ્યક્તિ છે. અહીં તે અન્ય પદાર્થોના અત્યંત નબળા અને ઓછી તીવ્રતાવાળા કિરણોત્સર્ગ (radiations)ને ગ્રહણ કરનારની ભૂમિકા ભજવે છે. ડાઉઝર જ્યારે મનમાં કે પ્રગટ પ્રશ્ન પૂછે છે ત્યારે એ પ્રશ્ન સંબંધિત ચોક્કસ કંપસંખ્યા, તીવ્રતા અને તરંગલંબાઈ ધરાવતા કિરણો છોડે છે, જે લોલકમાં ગતિ પેદા કરે છે. એ ડાઉઝરના કિરણો અને પ્રશ્ન સંબંધિત પદાર્થમાંથી નીકળતા કિરણો જો એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org