________________
આભામંડળ : વીજ ચુંબકીય ક્ષેત્ર
27 (2) બીજું ચક્ર સ્વાધિષ્ઠાન ચક્ર છે. તે પેઢુ પાસે આવેલ છે. તે નારંગી (orange) રંગ ધરાવે છે. તેની અધિષ્ઠાયિકા દેવી રાકિની છે. આ ચક્રને અંગ્રેજીમાં Hypogastric plexus કહે છે. તેને 6 પાંખડીઓ છે.
(3) ત્રીજું ચક્ર મણિપુર ચક્ર છે. તે નાભિ પાસે આવેલ છે. તેનો રંગ લાલ (red) છે અને લાકિની દેવી તેની અધિષ્ઠાયિકા છે. આ ચક્રને અંગ્રેજીમાં Solar plexus (સૂર્ય ચક્ર) કહે છે. આ ચક્રને 10 પાંખડીઓ છે.
(4) ચોથું ચક્ર અનાહત ચક્ર છે. તે હૃદય પાસે છાતીમાં આવેલ છે. તેનો રંગ જાંબલી (violet) છે અને કાકિની દેવી તેની અધિષ્ઠાયિકા છે. આ ચક્રને હૃદયચક્ર (Heart chakra) અથવા Cardiac plexus કહે છે. આ ચક્રને 12. પાંખડીઓ છે.
(5) પાંચમું વિશુદ્ધિ ચક્ર ગળામાં સ્વર પેટી પાસે આવેલ છે. તેનો રંગ નીલ (Indigo) છે. તેની દેવી શાકિની છે. આ ચક્રને પશ્ચિમના લોકો Pharyngeal plexus કહે છે. તેને 16 પાંખડીઓ છે.
(6) છઠું આજ્ઞા ચક્ર કપાળમાં જ્યાં તિલક કરવામાં આવે છે ત્યાં હોય છે. આ આજ્ઞા ચક્રને ત્રીજું નેત્ર પણ કહેવામાં આવે છે. તે જાતિયવૃત્તિઓનું નિયંત્રણ કરે છે. આ ચક્ર ખૂલી ગયું હોય તો જાતિયવૃત્તિઓનો નાશ થઈ જાય છે. ભોળા શંભુ શંકરે ત્રીજા નેત્ર દ્વારા કામ દેવને બાળી નાખ્યો હતો એ વિધાનનું રહસ્ય એ જ કે આજ્ઞાચક્ર ખુલ્લું થવાથી તેમની જાતિયવૃત્તિ નામશેષ થઈ ગઈ હતી. આ આજ્ઞાચક્રનો રંગ વાદળી (blue) છે. તેની દેવી હાકિની છે. આ ચક્રનું બીજું નામ Cavernous plexus છે. મધુ ખન્ના લિખિત "Yantra" પુસ્તક અનુસાર આ ચક્રને બે જ પાંખડીઓ છે. એ જ્યારે હેન્ડઝ ઑફ લાઇટ' પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે આ ચક્રને 96 પાંખડીઓ છે.”
(7) સાતમું સહસ્ત્રાર ચક્ર મસ્તકની ઉપર શિખાના ભાગે ભૌતિક શરીરની બહાર આવેલ છે. તેનો રંગ લીલો (Green) છે અને આ ચક્ર ખુલી જાય તો આત્મસાક્ષાત્કાર દ્વારા મોક્ષપ્રાપ્તિ સરળ બની જાય છે. શક્તિની સર્વોત્કૃષ્ટ સ્થિતિની પ્રાપ્તિ આ ચક્રની જાગૃતિથી થાય છે. તેની અધિષ્ઠાયિકા કોઈ દેવી બતાવી નથી. આ ચક્રને અંગ્રેજીમાં Cerebrum કહે છે કારણ કે તે મગજ સાથે સંકળાયેલ છે. મધુ ખન્ના લિખિત " Yantra" પુસ્તક અનુસાર આ ચક્રને 1000 પાંખડીઓ છે.23 જ્યારે હેડ્ઝ ઓફ લાઇટ 'પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org