________________
100
આભામંડળ : જેને દર્શન તથા પ્રાયોગિક સંશોધન
વર્ણન આવે છે પરંતુ ક્યાંય તેનો આભામંડળ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અથવા આભામંડળ શબ્દ પણ જૈનદર્શનના ગ્રંથોમાં મળતો નથી. હા, ભામંડળ શબ્દ મળે છે પરંતુ તે તીર્થંકર પરમાત્માના મસ્તકની પાછળ આવેલા ગોળાકાર તેજ વલય માટે જ વપરાય છે.
છબી નં. 13 : આ છબી એક કેન્સરના રોગીની છે. આ વ્યક્તિને છેક ચોથા સ્ટેજનું કેન્સર હતું. તસ્વીરમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આખાય શરીરમાં અને શરીરની આસપાસ પણ આભામંડળમાં એકલો કાળો રંગ જ દેખાય છે. આ વ્યક્તિનું તસ્વીર લીધા પછી થોડાક જ સમયમાં મૃત્યુ થયેલ. કેન્સર જેવો ભયંકર રોગ પૂર્વભવનાં તીવ્રતમ અશુભ કર્મ વગર થતો નથી. અને અશુભ કર્મ એટલે જ કૃષ્ણ લેશ્યા અને આપણે ઉપર જોયું તેમ કૃષ્ણ લેશ્યામાં તદ્દન કાળો રંગ હોય છે. જે અહીં છબીમાં પ્રત્યક્ષ જોઈ શકાય છે. કેન્સર જેવા અસાધ્ય વ્યાધિમાં આભામંડળ દ્વારા નિદાન કર્યા પછી તેની સારવાર કરવાથી માત્ર સમાધિભાવ - સમતા ટકી રહે છે. બાકી મૃત્યુને અટકાવવાની તાકાત તો આખી દુનિયામાં કોઈની ય હતી નહિ, છે નહિ અને હશે પણ નહિ. એ એક શાશ્વત સત્યનો આપણે સૌએ સ્વીકાર કરવો જ રહ્યો.
છબી નં-14 : આ છબી એક સાડા ત્રણ – ચાર વર્ષની બાળકીના મસ્તકની છે. અને તે હજુ હમણાં જ થોડા દિવસ પહેલાં જ લેવામાં આવી છે. આ બાળકીના આભામંડળમાં કાળો રંગ ખૂબ જ પ્રમાણમાં છે. તે એ વાતનું સૂચન કરે છે કે બાળકીના મગજમાં કોઈ બહુ મોટી બિમારી છે. વસ્તુતઃ બાળકીના નાના મગજ અને કરોડરજ્જુના સંધિસ્થાનમાં એક વિચિત્ર પ્રકારની ગાંઠ થયેલી છે અને તે ભાગમાં પાણી ભરાઈ ગયું છે. આ ગાંઠના કારણે બાળકીની દૃષ્ટિ જતી રહી છે. આભામંડળની સારવાર આ પ્રકારના રોગમાં બહુ કામયાબ થઈ શકતી ન હોવાથી ડૉ. અમરેશભાઈ મહેતાએ તાત્કાલિક ન્યૂરો સર્જનની સલાહ લેવા કહ્યું. આ પ્રકારના રોગોમાં આભામંડળની સારવારમાં ફક્ત રોગ આગળ ન વધે અને સમાધિ ટકી રહે તેવા જ ઉપાય થઈ શકે છે.
સામાન્ય રીતે તંદુરસ્ત ભાઈનું આભામંડળ 2.4 મીટર હોય છે જ્યારે તંદુરસ્ત બહેનનું આભામંડળ 2.2 મીટરનું હોય છે. મૃત્યુની સમીપ પહોંચેલ વ્યક્તિનું આભામંડળ 1.0 મીટર કરતાં ઓછું હોય છે. સામાન્ય બિમારી હોય તો તે વ્યક્તિનું આભામંડળ 1.5 મીટરથી 1.9 મીટર સુધીનું હોય છે જ્યારે કેન્સરવાળી વ્યક્તિનું આભામંડળ 1.5 મીટર કરતાં ઓછું હોય છે. મત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org