________________
આભામંડળ વિશ્લેષણ, રોગનિદાન અને ચિકિત્સા
99
દીધું કે આ ભાઈને સાયનસનો રોગ થયેલ હતો. ડૉ. અમરેશભાઈની વાત સાંભળી સ્વર્ગસ્થના પુત્રને ખૂબ આશ્ચર્ય થયું. તેમણે શ્રી અમરેશભાઈને કહ્યું કે તમારી વાત સાવ સાચી છે, મારા પિતાજીએ ત્રણ વખત સાયનસનું ઓપરેશન કરાવેલ પરંતું એકેય વાર સફળ થયું નહોતું. છેક મૃત્યુ પામ્યા ત્યારે પણ સાયનસનો રોગ હતો. છેક સુધી સાયનસના રોગે એમનો પીછો છોડ્યો નહોતો.
આ હકીકતથી એ પણ નક્કી થાય છે કે મૃત્યુ પામેલ વ્યક્તિને કયો રોગ હતો તેનું નિદાન તેના મૃત્યુ પછી પણ કરી શકાય છે. તો જીવતી વ્યક્તિની ગેરહાજરીમાં તેના તત્કાલીન ફોટાના આભામંડળ દ્વારા પણ તેના રોગનું નિદાન કરી શકાય છે તેમાં કોઈ શંકા નથી. કદાચ ભવિષ્યમાં ગુનાશોધન માટે ફોરેન્સિક લેબોરેટરી આ પદ્ધતિનો ઉપયોગ કરવાનું ચાલુ કરે અને ન્યાયાલય/કોર્ટ તે માન્ય રાખે તો નવાઈ પામવા જેવું નથી.
શ્રી બિનિતોષ ભટ્ટાચાર્ય નામના એક બંગાળી ચિકિત્સકે ટેલિથેરપી વિકસાવેલી. આ પદ્ધતિમાં તેઓ જે તે વ્યક્તિની ગેરહાજરીમાં જે તે વ્યક્તિના ફોટા ઉપર કે જે તે વ્યક્તિના વાળ ઉપર હોમિયોપેથી દવા કે મંત્ર અથવા યંત્ર દ્વારા ચિકિત્સા કરતા અને તે વ્યક્તિ સેંકડો કે હજારો માઈલ દૂર હોવા છતાં તેને સારું થઈ જતું જોવા મળ્યું છે. આ અંગે તેઓએ એક પોતાના અનુભવોનું પુસ્તક પણ લખ્યું છે. એટલું જ નહિ અમે પંદર સોળ વર્ષ પહેલાં એ અંગેના ઘણા પ્રયોગો કરેલા જેમાં અમોને ઘણી સફળતા મળેલ.
જ્યારે પણ કોઈ વ્યક્તિનો ફોટો લેવામાં આવે છે ત્યારે કેમેરામાં તે વ્યક્તિના સ્થૂળ શરીરનો તો ફોટો આવે જ છે પરંતુ તેની સાથે તે વ્યક્તિના આભામંડળની તસ્વીર પણ અદશ્ય રીતે તે ફોટામાં આવી જાય છે પછી જ્યારે એ ફોટાના આભામંડળની તસ્વીર એડવાન્સ ડિજિટલ ઓરા સ્કેનીંગ કેમેરાથી લેવામાં આવે છે ત્યારે તેમાં એ આભામંડળ સ્પષ્ટસ્વરૂપે અંકિત થઈ જાય છે. આ હકીકત એ વાતનો નિર્દેશ કરે છે કે આભામંડળ પણ પુદ્ગલ પરમાણુઓથી નિષ્પન્ન છે. પછી ભલે એ આપણા ચર્મચક્ષુથી જોઈ ન શકાય પરંતુ સૂક્ષ્મ સ્તરે તેનું અસ્તિત્વ છે તેનો ઇન્કાર થઈ શકે તેમ નથી. સંભવતઃ આ આભામંડળ એ જૈન દર્શનની માન્યતા પ્રમાણે તૈજસ્ શરીર પણ હોઈ શકે છે. સંભવતઃ કહેવાનું કારણ એટલું જ કે જૈન દર્શનનાં ગ્રંથોમાં તૈજસ્ શરીરનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org