________________
૧૪૩
દર્શન–સામાન્ય-વિશેષાત્મક પદાર્થના સામાન્ય ધર્મને ગ્રહણ કરવા. ,
દિકુમારિકાઓ–તીર્થકરોનું પ્રસૂતિકર્મ કરનાર દેવીએ. એ પ૬ની સંખ્યામાં હોય છે. એમને જુદે જુદે આવાસ હોય છે. આઠ અધોલેજમાં, આઠ ઊáલેક મેરુપર્વતમાં, આઠ પૂર્વ રુચિકાદ્રિ પર, આઠ દક્ષિણ રુચિકાદ્રિ પર, આઠ પશ્ચિમ રુચિકાદ્રિ પર, આઠ ઉત્તર રુચિકાદ્રિ પર, ચાર વિદિશાના રુચક પર્વત પર અને ચાર રુચક દ્વીપ પર રહે છે.
દિ વિરતિવ્રત–આ જૈન શ્રાવકનું છઠું વ્રત છે. એમાં શ્રાવક દસ દિશામાં અમુક મર્યાદાથી અધિક ગમનાગમનને ત્યાગ કરે છે.
દુઃષમસુષમ–અવસર્પિણી કાલને ચતુર્થ આરે, જેમાં દુઃખની અધિક્તા અને સુખની અલ્પતા હોય છે.
દેવ–પપાતિક પ્રાણી. એ ચાર પ્રકારના હોય છે : ૧. ભવનપતિ, ૨. વ્યંતર, ૩. તિષ્ક, ૪. વૈમાનિક
દેવાધિદેવ-અરિહંત ભગવાન. દેશત્રની–વતનું આંશિક રૂપથી પાલન કરવું.
દ્વાદશાંગી–તીર્થકરોની વાણીનું ગણધરો દ્વારા ગ્રંથરૂપમાં કરવામાં આવેલ સંકલન અંગ કહેવાય છે. એટલે એને દ્વાદશાંગી કહે છે. પુરુષના શરીરમાં મુખ્યત્વે જેવી રીતે બે પગ, બે જાંઘ, બે ઉરુઓ, બે ગાત્રાદ્ધ (પાશ્વ), બે હાથ, એક ગરદન અને એક મસ્તક હોય છે. એવી રીતે શ્રુત-રૂપ પુરુષનાં પણ બાર અંગ છે. એનાં નામ છે–(૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) વિવાહ પ્રજ્ઞતિ (ભગવતી), (૬) જ્ઞાતાધર્મકથાંગ, (૭) ઉપાસકદશાંગ, (૮) અન્નકૃશાંગ, (૧૦) અનુત્તરે પાતિક, (૧૦) પ્રશ્ન વ્યાકરણ, (૧૧) વિશાલશ્રુત, (૧૨) દષ્ટિવાદ.
નંદીશ્વર દ્વીપ–જબૂદ્વીપથી આઠમે દ્વીપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org