________________
મ૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
| તીર્થકર–સંસારસાગરને ત્ર્ય પાર કરનાર તથા બીજાને પાર કરાવનાર મહાપુરુષ તીર્થકર કહેવાય છે. બીજા શબ્દોમાં–જે તીર્થનું પ્રવર્તન કરે છે.
તીર્થકર નામ ગે–જે નામ કર્મના ઉદયથી જીવ તીર્થકર રૂપમાં ઉત્પન્ન થાય છે.
તીર્થ-જેનાથી સંસારસમુદ્ર તરી શકાય છે. તીર્થકરેને iઉપદેશ, એને ધારણ કરનાર ગણધર, અને જ્ઞાન, દર્શન, ચારિત્રને ધારણ કરનાર સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને પણ તીર્થ કહેવામાં આવે છે. તીર્થકર કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાની સાથે ઉપદેશ કરે છે. અને એનાથી પ્રેરિત થઈને ભવ્યજન સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા બને છે.
તૃતીય સપ્ત અહોરાત્ર પ્રતિમા–સાધુ દ્વારા સાત દિન સુધી ચોવિહાર એકાન્તર ઉપવાસ, ગંદુહાસન, વીરાસન, યા આમ્રકુમ્બજાસન (આમ્રફળની માફક વક્રાકાર સ્થિતિમાં બેસવું) ગામની બહાર કાત્સર્ગ કરે.
- તેજલબ્ધિ–આત્માની એક પ્રકારની તેજસૂશક્તિ છે. એ લબ્ધિના પ્રભાવથી યોગીઓને એવી શક્તિ પ્રાપ્ત થાય છે કે કદી કોધ આવે તો તેઓ ડાબા પગના અંગૂઠાને ઘસીને એક તેજ કાઢે છે, જે અગ્નિની સમાન પ્રચંડ હોય છે. વિરોધીને ત્યાંને ત્યાં જ બાળીને ભસ્મ કરી નાંખે છે. એમાં કેટલાય યોજના સુધીની વસ્તુઓને ભસ્મ કરી દેવાની શક્તિ છે. ઉત્કૃષ્ટ શક્તિ-પ્રાગમાં ૧૬ મહાજનપદેને એક સાથે ભસ્મ કરવાની શક્તિ પણ આ લબ્ધિધારકમાં હોય છે. તેલબ્ધિની શક્તિ અણુબથી વધુ વિસ્ફોટક છે.
ત્રાયશિ –ગુરુસ્થાનીય દેવ.
ત્રિદંડી તાપસ–મન, વચન અને કાયરૂપ ત્રણ દંડેથી દંડિત થનાર તાપસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org