________________
શબ્દ-કોષ
૧૩૯
(૯) શંખનિધિ-નૃત્ય, ગીત, વાદ્ય આદિ. આ નિધિએનો
આકાર મંજૂષાના જેવો હોય છે, દેવાધિષ્ઠિત હોય છે. ચચર–ચારથી વધુ માર્ગ જ્યાં મળે છે તે સ્થાન.
ચતુર્ગતિ–નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ આદિ ભવમાં આત્માની સંસ્કૃતિ.
ચતુર્દશપૂર્વ-ઉત્પાદ, અગ્રાયણીય, વિર્યપ્રવાદ, અસ્તિ-નાસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિદ્યાપ્રવાદ, કલ્યાણ, પ્રાણવાય, ક્રિયાવિશાલ, લેકબિન્દુસાર આ ચૌદ પર્વ દષ્ટિવાદ નામના બારમા અંગની અતર્ગત છે,
વિશ્વવિદ્યાનો એવો કઈ વિષય નથી, જેનું વર્ણન પૂર્વમાં ન કરવામાં આવ્યું હોય. યંત્ર, મંત્ર, તંત્ર, શબ્દ-શાસ્ત્ર, જ્યોતિષ, ભૂગોળ, રસાયન, રિદ્ધિ-સિદ્ધિ આદિ બધા વિષયની ચર્ચા પૂર્વેમાં થાય છે.
ચારણલબ્ધિ—જે લબ્ધિથી આકાશમાં જવાની વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થાય છે, તે ચારણલબ્ધિ છે. ચારણલબ્ધિના બે ભાગ છેઃ જંઘા ચારણ અને વિદ્યાચારણ. જંઘાચારણ લબ્ધિનો ધારક પદ્માસન લગાવીને જેઘા પર હાથ લગાવે છે અને તીવ્રગતિથી આકાશમાં ઊડી જાય છે. તે એક જ ઉડ્ડયનમાં (ઉત્પાતમાં) તેરમા રુચકવર દ્વીપ સુધી જઈ શકે છે. આ દ્વીપ ભરતક્ષેત્રથી અસંખ્યાત જન દૂર છે. પ્રથમ ઉડ્ડયન શક્તિશાળી હોય છે. પાછા ફરતી વખતે રસ્તામાં નંદીશ્વરદ્વીપમાં એકવાર વિશ્રામ લેવો પડે છે. ઊર્ધ્વ લેકમાં જે ઉડ્ડયન કરવામાં આવે છે તે મેરુપર્વતના પાંડુકવનમાં પહોંચી જાય છે.
વિદ્યાચારણ તિરછા લેકમાં આઠમાં નંદીશ્વર દ્વીપ સુધી ઊંડી શકે છે. એની શક્તિ પ્રારંભમાં ઓછી, બાદમાં અધિક હોય છે નંદીશ્વરદ્વીપ જવાના સમયે એને વચમાં માનુષેત્તર પર્વત પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org