________________
૧૭
શબ્દ-કેષ
ગુણરતન-સંવતસર તપજે તપમાં વિશેષ નિર્જરા કરવામાં આવે છે અથવા જે તપમાં નિર્જરારૂપ વિશિષ્ટ રનેથી વાર્ષિક સમય વ્યતીત થાય છે. એક વર્ષથી કેટલાક વધુ દિવસ આ તપ કરવામાં લાગે છે એટલે સંવત્સર કહેવાય છે. એના ક્રમમાં પ્રથમ માસમાં એકાન્તર ઉપવાસ, બીજા માસમાં ષષ્ટ ભક્ત, આ પ્રમાણે ક્રમશઃ વધતાં સોળમા મહિનામાં સેળ-સેળ (દિવસનું) તપ કરવામાં આવે છે. તપ વખતે ઉકુટકાસનમાં સૂર્યાભિમુખ થઈ આતાપના લેવામાં આવે છે અને રાત્રિમાં વીરાસનમાં વસ્ત્ર રહિત રહેવામાં આવે છે. તપમાં તેર માસ સાત દિવસ લાગે છે અને આ અવધિમાં ૭૩ દિવસ પારણના હોય છે. (અંતમાં આપેલ ચિત્ર જુઓ)
ગુણવ્રત-શ્રાવકનાં બાર વતમાં છઠું, સાતમું અને આઠમું વ્રત ગુણવત કહેવાય છે. જુઓ “બાર વત’
ગોચરી–જન શ્રમણોની વિધિવત આહારની યાચના. બીજા શબ્દોમાં એને માધુકરી પણ કહી શકાય.
ગોત્રકમ–જે કર્મના ઉદયથી જીવ ઉચ્ચ-નીચ શબ્દોથી એલાવાય છે. જાતિ, કુલ, બલ, રૂપ, તપસ્યા, ચુત, લાભ, ઐશ્વર્યા આદિનું અભિમાન ન કરવાથી ઉચ્ચ ગોત્રબંધનું નિમિત્ત બને છે. અને એનું અભિમાન કરવાથી નીચ ગોત્ર કર્મનું નિમિત્ત બને છે.
ઘાતકર્મ–આત્માના જ્ઞાન આદિ સ્વાભાવિક ગુણેના ઘાત કરનાર કર્મને ઘાતી કહેવામાં આવે છે. તે ચાર છેઃ જ્ઞાનાવરણય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાયરૂપ એમ તે ચાર પ્રકારના છે.
ચક્રરત્ન–ચકવતીનાં ચૌદ રત્ન છે. એમાંનું આ પહેલું રત્ન છે. એની ધાર સુવર્ણમય હોય છે. આરા લેહિતાક્ષ રત્નના હેાય છે અને નાભિ વા–રત્નમય હોય છે. સર્વીકાર પરિપૂર્ણ અને ભવ્ય હોય છે. જે દિશામાં એ ચાલે છે, તે તરફ ચકવત સેના એક દિવસમાં એનું અનુસરણ કરે છે, તે જ્યાં જઈને એક દિવસમાં રેકાય છે તે જનનું માપ થાય છે. ચક્રના પ્રભાવથી અનેક રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org