________________
૧૧૦
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
સામાન્ય જનતા પણ સંસ્કૃત ભાષાની જાણકાર હતી. અહીંના લેકે ધર્મશાસ્ત્રમાં નિપુણ હતા. ૧૫
ઈ. સ.ની ૯મી સદીમાં અને પ્રકાંડ પંડિત મંડન મિશ્ર નિવાસ કરતા હતા, જેની પત્નીએ શંકરાચાર્યને શાસ્ત્રાર્થ કરીને પરાજિત કર્યા હતા. મહાન નૈયાયિક વાચસ્પતિ મિશ્રની આ જન્મભૂમિ હતી અને મિથિલ કવિ વિદ્યાપતિ અહીંના રાજદરબારમાં રહેતા હતા.
હાલમાં નેપાલની સીમાની અન્તર્ગત (જ્યાં મુજફફરપુર અને દરભંગા જિલે મળે છે) “જનકપુર” નામનું નાનું નગર છે, જેને પ્રાચીન મિથિલા કહેવામાં આવે છે. કેટલાય વિદ્વાન સીતામઢીની પાસે આવેલ મુહિલા નામના સ્થાનને પ્રાચીન મિથિલાનું અપભ્રંશ થએલ નામ માને છે. ૧૬
મિડિયા મિંઢિયા ચંપાથી મધ્યમ પાવાના માર્ગમાં આવે છે. અને ચરમેન્દ્ર નામનો અસુરેન્દ્ર ભગવાનને વંદન કરવાને ઉપસ્થિત થયે હતે.
મૃગગ્રામ મૃગગ્રામ ઉત્તર ભારતમાં ક્યાંક હોવું જોઈએ. એનું નિશ્ચિત સ્થાન બતાવવું કઠિન છે. અત્રે ભગવાન મહાવીરે મૃગાપુત્રના પૂર્વ ભવનાં દુકૃત કૃત્યેનું વર્ણન કર્યું હતું.
મેંટિયગાંવ આ ગામ શ્રાવસ્તીની સમીપ કૌશાંબી જવાના રસ્તામાં આવે છે. ગોશાલકે મહાવીર ઉપર જે તેજલેશ્યા ફેંકી હતી એ પછીના છ મહિના બાદ ભગવાન અત્રે પધાર્યા હતા. સિંહ અનગાર મેંઢિયગાંવમાં જઈ ને રેવતી પાસેથી ભગવાન માટે ઔષધ લઈ આવ્યા હતા. અને જેનાથી ભગવાન રોગમુક્ત થયા હતા. ૧૫. વિવિધ તીર્થકલ્પ, પૃ. ૩૨ ૧૬. ધી એશિયન્ટ જ્યગ્રાફી ઓફ ઇન્ડિયા, પૃ. ૭૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org