________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
ઉદ્યાન હતું. જિતશત્રુ ત્યાંને રાજા હતા. સાલપુત્ર ત્યાંના રહેવાસી હતે, કે જે પહેલા ગોશાલકને અનુયાયી હતો, પાછળથી તે મહાવીરને અનુયાયી બન્યો હતો.
અન્તકૃશાંગમાં પિલાસપુરને ઉલ્લેખ જોવા મળે છે. ત્યાં એ સમયે રાજા વિજય રાજ્ય કરતા હતા. અને એની રાણીનું નામ શ્રીદેવી હતું. ઉદ્યાનનું નામ શ્રીવન હતું. અહીંના રાજકુમાર અતિમુક્તકે ખૂબ નાની ઉંમરમાં મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી હતી.
પિલાસપુર નામનાં બે જુદાં જુદાં નગર હતાં કે નહીં તે અંગે નિશ્ચિત રૂપથી કાંઈ કહી શકાય તેમ નથી. એ સત્ય છે કે રાજા અને ઉદ્યાનનાં નામે બનેમાં જુદાં જુદાં જોવા મળે છે પણ એક નગરની બહાર ઘણું ઉદ્યાન હોઈ શકે છે. પહેલા રાજાનું નામ જિતશત્રુ અને પછીના રાજાનું નામ વિજય હોઈ શકે અથવા પહેલા રાજાનું નામ વિજય અને બીજા રાજાનું નામ જિતશત્રુ હોઈ શકે. એ રીતે આ એક જ નગર હોઈ શકે.
પ્રતિષ્ઠાનપુર પ્રતિષ્ઠાનપુર નામનાં બે નગર હતાં. એક પ્રતિષ્ઠાનપુર ગંગાના ડાબા તટ પર આવેલું હતું કે જ્યાં એ સમયે ગૂંસી નગર હતું. પહેલાં ત્યાં આગળ ચન્દ્રવંશી રાજાઓની રાજધાની હતી.
બીજુ પ્રતિષ્ઠાનપુર ઔરંગાબાદ જિલ્લામાં ઔરંગાબાદથી દક્ષિણમાં અઠ્ઠાવીસ માઈલ પર ગેદાવરી નદીના ઉત્તર કિનારા પર આવેલું હતું. અહીં સાતવાહન રાજાની રાજધાની હતી. આ નગર એક વખતે અસ્સક દેશની રાજધાની પિતનપુર નામથી વિખ્યાત હતું. એનું હાલનું નામ પૈઠન છે. આચાર્ય કાલકે આ પ્રતિષ્ઠાનપુરમાં સાંવત્સરિક મહાપર્વ પંચમીને બદલે ચતુથીએ મનાવ્યું
હતું.
૧, ઉપસૂત્રચૂણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org