________________
બીજા
અને
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન અભંગસેનના પૂર્વભવેનું વર્ણન કર્યું હતું. ભગવાન મહાવીરના સમયમાં પુરિમતાલમાં મહાબલ નામે રાજા હતો.
ચિત્રને જીવ સૌધર્મ દેવલોકમાંથી ચ્યવી પરિમતાલનગરમાં એક શ્રેષ્ઠીને ત્યાં પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. અને તે જ આગળ પર મહાન ત્રષિ થયા.
જાજ" સરપેનિયરનો એ મત છે કે “પુરિમતાલ’નું વર્ણન બીજા કેઈ સ્થળે જોવામાં આવ્યું નથી. તે “ લિપિ–કર્તા”ને દેષ લાગે છે. એના સ્થાને કુરુ કે એવું જ કંઈક હોવું જોઈએ. એમનું આ અનુમાન યથાર્થ નથી. કેમકે અનેક સ્થળે પર એને ઉલ્લેખ થયો છે.
પૂર્ણ કલશ આ અનાર્ય ક્ષેત્ર રાઠમાં આવેલ એક ગામ હતું. જ્યાં ભગવાન મહાવીરને તસ્કરોએ કષ્ટ આપ્યું હતું. અહીંથી ભગવાન ભદ્દિલ નગરીમાં પધાર્યા હતા.
પૂર્ણભદ્ર ચૈત્ય આ ચંપાનો પ્રસિદ્ધ ઉદ્યાન હતા. જ્યાં આગળ ભગવાન મહાવીરે શતાધિક વ્યક્તિઓને શ્રમણ અને શ્રાવક ધર્મમાં દીક્ષિત કર્યા હતા. રાજા કૃણિક ભગવાનને વંદન કરવા માટે ખૂબ ઠાઠ-માઠથી આવ્યો હતો.
પૃષ્ઠચંપા ભગવાન મહાવીરે અત્રે ચોથે વર્ષાવાસ કર્યો હતે. અહીંના રાજા અને યુવરાજ શાલ, મહાશાલ તથા પિઠર તેમજ ગાગલિ આદિને ઇન્દ્રભૂતિએ જૈન દીક્ષા આપી હતી.
૫. વિપાક સૂત્ર, ૩, ૫૭, પૃ. ૨૬ ૬. ઉત્તરાધ્યયન સુખબોધા, પત્ર ૧૮૭ ૭. ધી ઉત્તરાધ્યયન, પૃ, ૩૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org