________________
૭૧
ભૌગોલિક પરિચય
ભગવાન મહાવીર અનેક વાર કૌશાંબી પધાર્યા હતા. ચંદનબાળા અને મૃગાવતીએ અહીં દીક્ષા લીધી હતી. રાજા શતાનીક પણ કૌશાંબીને જ શાસક હતા. કૌસાંબિયા નામની જન શ્રમણની એક શાખા માનવામાં આવે છે."
ક્ષિતિપ્રતિષ્ઠિત ભગવાન મહાવીરના વિહાર વર્ણનમાં ક્ષિતિપ્રતિષ્ઠિન નગરને પણ ઉલ્લેખ થયે છે. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનું સ્થાન ક્યાં હતું ? એ નિશ્ચિતપણે કહેવું કઠિન છે. ગંગાના ડાબા તટ પર જ્યાં હાલ ગૂસી છે, ત્યાં પહેલાં પ્રતિષ્ઠાનપુર નગર આવેલું હતું. સંભવ છે કે પ્રતિષ્ઠાનપુરનું જ અપર નામ ક્ષિતિપ્રતિષ્ઠિત હેય.
ગંગા ભારતવર્ષની સૌથી મોટી નદી ગંગા છે. ગંગાને દેવતાએની નદી માનવામાં આવે છે. ૧ જૈન સાહિત્યમાં ગંગાને દેવાધિષ્ઠિત નદી કહી છે. ગંગાનું વિરાટરૂપ જ એનું દેવત્વની પ્રસિદ્ધિનું
કારણ છે.
ગંગા મહા નદી છે. ૩ સ્થાનાંગમાં ગંગાને મહાર્ણવ કહી છે.* આચાર્ય અભયદેવે મહાર્ણવ” શબ્દને ઉપમાવાચક માની એને ૫. કલ્પસૂત્ર ૮, પૃ. ૨૨૯ ૧. (ક) સ્કન્દપુરાણ, કાશીખંડ, ગંગા સહસ્ત્ર નામ ૨૮ અધ્યાય
(ખ) અમરકેષ, ૧, ૧૦, ૩૧ ૨. જંબુથ્વીપ પ્રજ્ઞપ્તિ ૪ વક્ષસ્કાર ૩. (ક) સ્થાનાંગ ૫, ૩
(ખ) સમવાયાંગ ૨૪ સમવાય (ગ) જ બુપપ્રજ્ઞપ્તિ ૪ વક્ષસ્કાર (ધ) નિશીથ સૂત્ર ૧૨, ૪૨
(ડ) બહ૯૯૫ સૂત્ર ૪, ૩૨ ૪. (ક) સ્થાનાંગ ૫, ૨, ૧. (ખ) નિશીથ ૧૨, ૪૨ (ગ) બૃહત્કલ્પ ૪, ૩૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org