________________
ભૌગોલિક પરિચય
૫૧
અસ્થિકનું હથિ થઈ ગયું છે. સંસ્કૃતનું અસ્થિ પ્રાકૃતમાં અઠી થાય છે અને આગળ પર હડ્ડી થઈ ગયું છે. હસ્થિગામ અને અસ્થિકગામમાં કિંચિત્ ઉચ્ચારણ ભેદ છે. પણ બને સાહિત્યમાં એને વિદેહની અન્તર્ગત વૈશાલીની સમીપ હેવાનું માનવામાં આવ્યું છે.
સોમવંશી ભવગુત પ્રથમના તામ્રપત્રમાં જ હસ્તિપદ નામના સ્થાનનું વર્ણન પ્રાપ્ત થાય છે, તે કદાચ આ હસ્થિગ્રામ હોય.
ઈસવી સનની ત્રીજી શતાબ્દી સુધી હસ્તિગ્રામનું અસ્તિત્વ જેવા મળે છે. શૈલેન્દ્રવંશીય જાવા, સુમાત્રા અને મલય પ્રદેશના રાજા બાલપુત્રદેવ જે નાલંદામાં મહાવિહાર બનાવવા માગતા હતા, એમણે પાલ –વંશના રાજા દેવપાલની પાસે દૂત મેકલ્યા અને પાંચ ગામની યાચના કરી. દેવપાલ બૌદ્ધ ધર્મને સંરક્ષક હતા, એણે બાલપુત્રની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. અને પાંચ ગામ એને સહર્ષ સમર્પિત કર્યા. આ ગામની યાદીમાં નાતિકા અને હસ્તિ(હસ્તિગ્રામ)ને સ્પષ્ટ ઉલ્લેખ મળે છે.
વૈશાલીથી ભેગનગર જવાના માર્ગે હસ્તિગ્રામ આવે છે અને તે વનિજ પ્રદેશમાં આવેલું હતું.
અસ્થિક ગામનું પહેલાંનું નામ વર્ધમાન હતું. શૂલપાણિ યક્ષે ઘણું માનવને અહીં આગળ મારી નાંખ્યા હતા. માનવોનાં ઘણાં હાડકાં ત્યાં ભેગાં થયાં હતાં એટલે એનું નામ અસ્થિક ગામ પડયું. ૧. વીર-વિહાર મીમાંસા, પૃ. ૩, ઇન્દ્રવિજ્યજી. ૨. (ક) હિસ્ટ્રી ઓફ બેંગાલ, વોલ્યુમ ૧. પૃ. ૧૨-૬૭૧.
–સંપાદક આર. સી. મજુમદાર. (ખ) નાલંદા એન્ડ ઈટ્રસ એપ ગ્રાફિક મિટીરિયલ પૃ. ૯૭-૧૦૦. ૩. ડિકશનરી ઓફ પાલી પ્રોપરનેસ, ભાગ ૨, પૃ. ૧૭૧૮. ૪, ટિમલ્સ પઢમં વક્ટ્રમાં હોય આવશ્યકચૂણિપુ. ર૭૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org