________________
૫૦
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
કેઈ સમયે અવંતીમાં બૌદ્ધ ધર્મનું ખૂબ જોર હતું, એમને રહેવા માટે ત્યાં અનેક વિહાર બનાવવામાં આવ્યા હતા. અહીંની માટી કાળી હવાથી બુદ્ધ ભિક્ષુઓને સ્નાન કરવાની અને જેડા પહેરવાની છૂટ આપવામાં આવી હતી.
અવંતી વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું. હુએનસાંગના સમયે તે વિદ્યાનું પણ કેન્દ્ર હતું. ઈસવી સનની સાતમી-આઠમી શતાબ્દી પૂર્વે માળવા અવંતીના નામથી ઓળખાતે હતો. - આચાર્ય હેમચન્દ્રના સમયે અવંતી વિશાલ–પુષ્પકરંડિની અને ઉજયિની નામથી પ્રખ્યાત હતું. એની ઓળખ માલવા, નિમાડ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગ તરીકે કરવામાં આવે છે.
અસ્થિક ગ્રામ એ વજી દેશની અંદર આવેલું હતું. બૌદ્ધ સાહિત્યમાં એનું નામ હથીગામ મળે છે. તે રાજગૃહથી કુશીનારાવાળા માર્ગની વચ્ચે આવેલું હતું. અને વૈશાલીથી ડેક દૂર હતું. ભગવાન મહાવીરે પિતાને પ્રથમ વર્ષાવાસ અહીં વિતા હતા. અને શૂલપાણિ યક્ષને પ્રતિબંધ કર્યો હતો. ભગવાન મોરાસન્નિવેશથી અહીં પધાર્યા હતા અને ફરીથી મેરાક થઈ વાચાલા તરફ પધાર્યા હતા. એનું આધુનિક નામ હાથાગાંવ છે જે મુઝફફપુર જિલ્લામાં છે. મુઝફફરપુરથી વીસ માઈલ પૂર્વે હાથાગાંવની પાસે બાગવતી નદી છે. સંભવ છે કે એ નદી પ્રાચીન યુગમાં વેગવતી નદીના નામે પ્રખ્યાત હોય. આ ગામ બસાઢથી લગભગ ૩૫ માઈલ દૂર છે.
બૌદ્ધ સાહિત્યમાં આવેલ હસ્તિગામ અને જૈન વામયમાં આવેલ “અસ્થિકગામ’ બને એક જ છે. ઉચ્ચારણ ભેદથી જ ૧. (ક) આવશ્યક નિર્યુક્તિ ૧૨૬૭
(ખ) આવશ્યક ચૂણિ ૨, પૃ. ૧૫૪ ૨. અભિધાનચિંતામણિ ૪,૪૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org